મુખ્ય સમાચાર
News of Friday, 2nd December 2022

મેટા ની મોટી કાર્યવાહી : ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 32 મિલિયન વાંધાજનક કન્ટેન્ટ્સને હટાવી

- ફેસબુકની 13 પોલિસીઓ હેઠળ 29.2 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામની 12 પોલિસીઓ હેઠળ 27 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટને દૂર કર્યા

નવી દિલ્હી :મેટાએ માસિક કમ્પ્લાઇનેન્સ રીપોર્ટને જાહેર કર્યો છે. રિપોર્ટમાં મેટા કહ્યું છે કે તેણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 32 મિલિયન વાંધાજનક કન્ટેન્ટ્સને હટાવી દીધી છે. મેટાનું કહેવું છે કે તેણે ફેસબુકની 13 પોલિસીઓ હેઠળ 29.2 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામની 12 પોલિસીઓ હેઠળ 27 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટને દૂર કર્યા છે. તેમાંથી 516 કેસોનું નિરાકરણ કરી દીધું છે, જ્યારે 187 રીપોર્ટ્સમાં વિશેષ સમીક્ષાની જરૂર છે.

  આ ઉપરાંત, કંપનીએ 120 રીપોર્ટ પર કાર્યવાહી કરી છે. મેટાએ જણાવ્યું હતું કે, બાકીના 67 રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતીય ફરિયાદ પ્રણાલી દ્વારા કંપનીને ઈન્સ્ટાગ્રામના 1377 રિપોર્ટ મળ્યા હતા

  મેટાએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટમાંથી અમે 982 કેસોના નિરાકરણ માટે ટૂલ્સ પૂરા પાડ્યા હતા. આમાં વિશિષ્ટ ઉલ્લંઘન માટે કન્ટેન્ટની જાણ કરવા માટે પહેલેથી સ્થાપિત ઘણી ચેનલો સામેલ છે. અન્ય 395 અહેવાલોમાંથી મેટાએ તેની નીતિઓ અનુસાર કન્ટેન્ટની સમીક્ષા કરી હતી અને કુલ 274 અહેવાલો પર કાર્યવાહી કરી હતી.

મેટાએ કહ્યું કે, અમે કન્ટેન્ટ પોસ્ટ્સ, ફોટા, વીડિયો અથવા કમેન્ટ્સની સંખ્યાને માપીએ છીએ. અમારા નક્કી કરેલા ધોરણોની વિરુદ્ધ જાય એવી પોસ્ટ્સ પર અમે કાર્યવાહી કરીએ છીએ. કાર્યવાહી કરવા માટે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાંથી સામગ્રીનો એક ભાગ કાઢી નાખવો અથવા ફોટો અથવા વિડિઓને કવર કરી લેવાનો સમાવેશ થઈ શકે છે. અમુક કન્ટેન્ટમાં કેટલાક વ્યૂવર્સને ચેતવણી પણ આપવામાં આવે છે.

(10:46 pm IST)