મુખ્ય સમાચાર
News of Friday, 3rd February 2023

ઇલ્‍હાન ઉમરને અમેરિકાની વિદેશી બાબતોની પેનલમાં કાઢી નખાઇ

ભારત વિરોધી સ્‍ટેટમેન્‍ટ માટે જાણીતી હતી ઈલ્‍હાન

નવી દિલ્‍હીઃ અમેરિકી સંસદે ઉંમરને ઇઝરાયેલ વિરોધી ટીપ્‍પણીઓના લીધે વિદેશી બાબતોની સમિતિમાંથી કાઢી નાખી હતી. સંસદે મીનેસોટાની ડેમોક્રેટીક પ્રતિનિધી ઇલ્‍હાન ઉમંરને વિદેશી બાબતોની સમિતિમાંથી મતદાન પછી દૂર કરી હતી. સંસદે તેમને હટાવવા માટે તેમના દ્વારા ઇઝરાયેલ અંગે કરેલ ટીપ્‍પણીઓ અને તેમની નિષ્‍પક્ષતા પર સવાલનો હવાલો આપ્‍યો હતો.

(3:23 pm IST)