News of Friday, 3rd February 2023
પડકારો વચ્ચે અદાણીને રેટીંગ એજન્સી ફીચએ આપ્યા સારા સમાચાર
નવી દિલ્હી : અદાણી સમુહના શેરોમાં ઘટાડા વચ્ચે ગ્લોબલ રેટીંગ એજન્સી ફીચે અદાણી સમુહને એક રાહતભર્યા સમાચાર આપ્યા છેઃ ફીચના જણાવ્યા પ્રમાણે સમુહની સંપતિઓની રેટીંગ પર રીપોર્ટ બાદ હાલ કોઇ અસર પડી નથી. ફીચે કહયુ છે હીન્ડન બર્ગના રીપોર્ટથી અદાણી સમુહની ક્રેડીટ પ્રોફાઇલ ઉપર કોઇ અસર પડી નથી. ફીચે કહયુ છે કે અમે સ્થિતિ ઉપર નજર રાખી રહયા છીએ. હાલના ઘટનાક્રમથી ગ્રુપના કેશફલો પર કોઇપણ પ્રકારની અસર પડી નથી.
(4:07 pm IST)