News of Friday, 3rd February 2023
ડ્રોન મારફત નાના વિસ્ફોટકોની ચોરીથી ભારે ચિંતા
(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ : પ્રથમવાર કોઇ મોટા આતંકવાદી પાસેથી પરફયુમ બોંબ મળતા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં જોડાયેલા સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઇ છે. અત્યાર સુધીમાં સ્ટીકી બોંબના મૂળ સુધી ન પહોંચ્યા બાદ નવો પડકાર આવતા ચિંતા પ્રસરી ગઇ છે. આતંકવાદીઓ બોંબ વિસ્ફોટ કરવા માટે ડ્રોનનો સહારો લઇ રહયા છે. છેલ્લા ઘણા મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આવા બોંબ પકડાયા છે. યાત્રી બસમાં પણ વિસ્ફોટકમાં સ્ટીકી બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનુ઼ ખુલ્યું છે.
હવે સુરક્ષા દળોમાં ચિંતા એ છે કે ડ્રોનની ઉડાન કેવી રીતે રોકવી અને આ હેરાફેરી અટકાવવા માટે શું પગલા ભરવા જોઇએ.
(4:49 pm IST)