મુખ્ય સમાચાર
News of Friday, 3rd March 2023

આને કહેવાય ‘માસ્‍ટર માઇન્‍ડ': બીગ બીએ નાની કંપની ઉપર લગાડયો દાવઃ ૩ લાખ શેર લીધાઃ પ ગણુ રિટર્ન

ડીપી વાયર્સે બીગ બીને કમાવી દીધા

મુંબઇ, તા.૩: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્‍ચને નાની કંપનીમાં પૈસા રોકીને જંગી નફો કમાયો છે. કંપની વાયર મેન્‍યુફેક્‍ચરિંગ બિઝનેસમાં સંકળાયેલી છે અને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) પર લિસ્‍ટેડ છે. કંપનીનું નામ ડીપી વાયર છે. Ace ઇક્‍વિટી પાસે ઉપલબ્‍ધ ડેટા અનુસાર, અમિતાભ બચ્‍ચન DP વાયર્સમાં ૩,૩૨,૮૦૦ શેર અથવા ૨.૪૫% હિસ્‍સો ધરાવે છે. બિગ બી સપ્‍ટેમ્‍બર ૨૦૧૮થી કંપનીમાં શેર ધરાવે છે.

કંપનીના શેરે ૫ વર્ષમાં લગભગ ૫ ગણું વળતર આપ્‍યું વાયરિંગ કંપની ડીપી વાયર્સના શેરના ભાવમાં ૪.૮૭ ગણો ઉછાળો આવ્‍યો છે. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) પર ૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૮ના રોજ ડીપી વાયર્સના શેર રૂ.૭૪ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ૩ માર્ચ, ૨૦૨૩ના રોજ કંપનીના શેર રૂ. ૩૫૯.૮૫ના સ્‍તરે પહોંચી ગયા છે. ડીપી વાયર્સના શેરમાં વધારા સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. ૪૮૮.૯૨ કરોડ થઈ ગયું છે. સપ્‍ટેમ્‍બર ૨૦૧૮માં તે ૧૦૦.૪૦ કરોડ રૂપિયા હતો. બિઝનેસ ટુડેના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ડીપી વાયરનો શેર રૂ.૫૦૨.૮૦ની વિક્રમી સપાટીએ પહોંચ્‍યો હતો.

રિટેલ રોકાણકારો કંપનીમાં ૮.૮૮ ટકા હિસ્‍સો ધરાવે છે જ્‍યારે -મોટર્સ ડીપી વાયર્સમાં ૭૦.૪૦ ટકા હિસ્‍સો ધરાવે છે. આ આંકડો ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીના શેરહોલ્‍ડિંગનો છે. કંપનીમાં રિટેલ રોકાણકારોનો હિસ્‍સો ૮.૮૮% રહ્યો છે. તે જ સમયે, ઉચ્‍ચ નેટવર્થ વ્‍યક્‍તિઓ પાસે કંપનીમાં ૮.૮૫% હિસ્‍સો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં કંપનીનું ચોખ્‍ખું વેચાણ ૨૫.૭૦ ટકા વધીને રૂ. ૬૧૩.૨૪ કરોડ થયું છે. જ્‍ળ્‍૧૭માં કંપનીનું ચોખ્‍ખું વેચાણ રૂ. ૧૯૫.૩૮ કરોડ હતું. આ સાથે જ કંપનીનો નફો રૂ.૫.૦૨ કરોડથી વધીને રૂ.૨૯.૦૫ કરોડ થયો છે.

મધ્‍ય પ્રદેશમાં સ્‍થિત, કંપની સ્‍ટીલ વાયર અને પ્‍લાસ્‍ટિક ફિલ્‍મોના ઉત્‍પાદન અને સપ્‍લાયમાં રોકાયેલી છે. કંપની ઓઈલ એન્‍ડ ગેસ, પાવર, એન્‍વાયરમેન્‍ટ, સિવિલ, એનર્જી, ઓટોમોબાઈલ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સેક્‍ટરમાં સપ્‍લાય કરે છે. કંપની દ્વારા બનાવવામાં આવેલ પ્‍લાસ્‍ટિક ઉત્‍પાદનોનો ઉપયોગ લેન્‍ડફિલ, હાઇવે અને રોડ બાંધકામ, તળાવો, ટાંકીઓમાં થાય છે

(3:53 pm IST)