News of Friday, 3rd March 2023
ફરી ઈડી ત્રાટક્યું: લાખોની રોકડ સહિત કરોડોનો મુદ્દામાલ કબજે લીધો. ડઝનબંધ જગ્યાએ સર્ચ ઓપરેશન
ઈડીએ સાગર ડાયમંડ લિમિટેડ, આર.એચ.સી. ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડ, તેમના ડાયરેક્ટર વૈભવ દિપક શાહ અને સુરત સેઝ, અમદાવાદ અને મુંબઈમાં તેમના સહયોગીઓને લગતી ૧૪ જગ્યાઓ પર સર્ચ હાથ ધરેલ અને રૂ. ૨૫ લાખ રોકડા, સોનું/હીરા અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી રૂ. ૧૦ કરોડની મત્તા કબજે લીધી. ઇડીએ એ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં બોગસ આયાત/નિકાસ સંબંધિત ડિજિટલ સાધનો અને દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
(12:16 am IST)