મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા આવતીકાલે ત્રણ વાગે ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી

ઉતરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતના રાજીનામા બાદ આવતી કાલે શનિવારે બપોરે ૩ વાગ્યે પાટનગર દેહારાદુનમાં ભાજપના ધારાસભ્યોની મીટીંગ બોલાવામા આવી છે, આ મીટીંગમાં નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવામાં આવશે. નવા મુખ્યમંત્રી પદે સતપાલ મહારાજ સહિત પાંચ થી છ નામો ચર્ચામાં છે, જે બધા જ હાલના સીટિંગ ધારાસભ્યો છે.

(12:00 am IST)