મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

પોસ્ટ વિભાગમાં નોકરીની તક :1940 જેટલા ગ્રામીણ પોસ્ટ સેવકોની ભરતી : ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

ઓફિશ્યલ વેબસાઈટ appost.in પર 14 જુલાઈ સુધી અરજી કરી શકશે

 

નવી દિલ્હી : પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે નોકરીની સારી તક છે. ઈન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી 2021માં બિહાર સર્કલમાં ગ્રામીણ પોસ્ટ સેવકોના પદો માટે ફરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોએ ગઈ વખતે અરજી નથી કરી તે હવે ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયાથી 1940 ગ્રામીણ પોસ્ટ સેવકોની ભરતી થવાની છે. ઈન્ડિયા પોસ્ટ રિક્રૂટમેન્ટની ઓફિશ્યલ વેબસાઈટ appost.in પર જાહેર થયેલી સુચનાઓ અનુસાર હવે ઉમેદવાર 14 જુલાઈ સુધી અરજી કરી શકશે

આ પદો પર ભરતી માટે ઉમેદવારોએ 10 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બિહાર પોસ્ટલ સર્કિલમાં ગ્રામીણ પોસ્ટ સેવકોની ભરતી માટે આવેદન પ્રક્રિયા 27 એપ્રિલે શરૂ થયા હતા જે 26 મે 2021 સુધી ચાલ્યા હતા. જોકે વિભાગે આવેદનની છેલ્લી તારીખ વધારીને 30 જૂન કરી દીધી હતી.

ઈન્ડિયા પોસ્ટની ઓફિશ્યલ વેબસાઈટ appost.inના હોમપેજ પર 'સ્ટેજ 1 રજીસ્ટ્રેશન' સેક્શનના માધ્યમથી જાતે જ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
અરજી માટેની ફીની ચુકવણી કરવાની રહેશે.
ત્યાર બાદ 'ઓનલાઈન અપ્લાય'ના માધ્યમથી અરજી કરો
ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને જરૂરી ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરો
અરજી કર્યા બાદ તેની એક પ્રિન્ટ કાઢી લો.

(12:25 am IST)