મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

મનસુખભાઇ માંડવિયા પૂણેમાં રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાતે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: બંદરો, વહાણવટા અને જળમાર્ગો માટેના રાજય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી અને રસાયણ અને ખાતર રાજય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે રસી ઉત્પાદનની વધારે સમજ મેળવવા અને રસી ઉત્પાદનની સમીક્ષા કરવા માટે પૂણેમાં સિરમ ઇન્સ્ટિટ્યુટ આઙ્ખફ ઇન્ડિયાના રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ફાર્માસ્યુટિકલ્સ વિભાગનાં સચિવ સુશ્રી એસ. અપર્ણા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી માંડવિયાએ મહામારી દરમ્યાન સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની અનુકરણીય ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર તમામને રસી સુનિશ્ચિત થાય એ માટે આપણા તમામ રસી વિકસાવનારા અને રસી ઉત્પાદકોને મદદ માટે કટિબદ્ઘ છે. તેમણે ઉત્પાદકો સાથે રસીના ઉત્પાદનને વધારવાની ચર્ચા પણ કરી હતી.

ત્યારબાદ, શ્રી માંડવિયાએ પૂણેના પિમ્પરીમાં હિંદુસ્તાન એન્ટીબાયોટિકસ લિમિટેડ ખાતે આલ્કોહોલિક હઙ્ખન્ડ ડિસઇન્ફેકટન્ટના ઉત્પાદન માટેની અત્યાધુનિક સુવિધાનું પણ ઉદદ્યાટન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતમાં આવી સુવિધા ધરાવનાર એચએએલ એક માત્ર જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-૧૯ સહિતના તમામ પ્રકારના ચેપ ઓછામાં ઓછા કરવા માટેનું આલ્કોહોલિક આધારિત હાથમાં દ્યસવાનું આ હાથ માટેનું જંતુનાશક છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેને પ્રોપેનોલ બેઝ અને ઇથેનોલ બેઝમાં ફોર્મ્યુલેટ કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારના વાયરસ અને બેકટેરિયા માટે બહુ અસરકારક જંતુનાશક છે.

(9:57 am IST)