મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

રાફેલનું ભુત ફરી ધુણ્યુઃ ડીલમાં ભ્રષ્ટાચારની તપાસ કરશે ફ્રાંસ

ભારત સાથે ૫૯૦૦૦ કરોડનો ૩૬ રાફેલ લડાકુ વિમાનનો સોદો : ફ્રાંસ સરકારે તપાસ માટે જજની નિમણુક કરી : ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરશે

નવી દિલ્હી તા. ૩ : રાફેલ ડીલની તપાસ અંગે ફ્રાંસ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારતની સાથે અંદાજે ૫૯ હજાર કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં કાયદાકીય તપાસ થશે. તેના એક ફ્રાંસીસી જજને નિયુકત કરવામાં આવ્યા છે. એફ ફ્રાંસીસી ઓનલાઇન જર્નલ મેડિયાપાર્ટની એક રીપોર્ટે આ જાણકારી આપી છે. મેડિયાપાર્ટે કહ્યું, ૨૦૧૬માં થયેલા એક ઇન્ટર ગવર્નમેન્ટ ડીલ અત્યંત સંવેદનશીલ તપાસ સત્તાવાર રીતે ૧૪ જૂને પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફ્રાંસીસી લોક અભિયોજન સેવાઓની નાણાકીય ગુના શાખા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

ફ્રાંસીસી વેબસાઇટે એપ્રિલ ૨૦૨૧માં રાફેલ ડીલમાં કથિત અનિયમિતતાઓ પર અનેક રીપોર્ટ પ્રકાશિત કરી હતી. તે રીપોર્ટમાંથી એકમાં મેડિયાપાર્ટે દાવો કર્યો કે ફ્રાંસની સાર્વજનિક અભિયોજન સેવાઓની નાણાકીય ગુના શાખાના ભૂતપૂર્વ પ્રમુખ ઇલિયાને હાઉલેટે સહયોગીઓની સમસ્યા છતાં રાફેલ ડિલમાં કથિત પુરાવાની તપાસને રોકી દિધી. તેને કહ્યું કે, હાઉલેટે 'ફ્રાંસના હિતો, સંસ્થાના કામકાજને સંરક્ષિત કરવાના નામ પર તપાસને રોકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.'

મેડિયાપાર્ટની નવી રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે પીએનએફના નવા પ્રમુખ જીન-ફ્રેંકોઇસ બોહર્ટે તપાસનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. મેડિયાપાર્ટે કહ્યું ગુનાહિત તપાસ ત્રણ લોકોની આસપાસના સવાલોની તપાસ કરશે. તેમાં પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલોદ, જે કરાર પર હસ્તાક્ષર કરવાના સમયે પદ પર હતા. વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોન જે તે સમયે હોલેન્ડની અર્થવ્યવસ્થા અને નાણામંત્રી હતા અને વિદેશમંત્રી જીન-યવેસલે ડ્રિયન જે તે સમયે રક્ષા વિભાગ સંભાળી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ભારત સરકારે ફ્રાંસમાંથી ૩૬ રાફેલ લડાકુ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. તેમાંથી એક ડઝન વિમાન ભારતને મળી પણ ગયા છે અને ૨૦૨૨ સુધી દરેક વિમાન મળી જશે. જ્યારે કરાર થયો હતો ત્યારે ભારતમાં પણ ભારે વિવાદ સર્જાયો હતો.

(11:34 am IST)