મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

પોતાના બાળકોને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવવાનો વાલીઓમાં વધી રહેલો ક્રેઝ : દેશમાં ઈંગ્લીશ મીડિયમમાં ભણતા બાળકોની વધી રહેલી સંખ્યા : દિલ્હીમાં 59 ટકા તો જમ્મુ કાશ્મીરમાં 100 ટકા બાળકો ઈંગ્લીશ મીડિયમમાં ભણી રહ્યા છે : દેશની સરેરાશ ટકાવારી વધીને 26 ટકા થઇ ગઈ : 42 ટકા સંખ્યા સાથે હિન્દી મીડીયમ હજુ પણ પ્રથમ ક્રમે

ન્યુદિલ્હી : પોતાના બાળકોને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવવાનો વાલીઓનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યામાં ખાસ્સો  વધારો જોવા મળી રહ્યો છે.

હરિયાણા અને તેલંગાણામાં  આ પ્રમાણ 23 ટકા જેટલું વધી જવા પામ્યું છે. તેલંગાણામાં 73 ટકા બાળકો ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરી રહ્યા છે. માતૃભાષા તેલુગુમાં અભ્યાસ કરનારા બાળકોની સંખ્યા માત્ર 26 ટકા જેટલી જ છે. દિલ્હીમાં 59 ટકા તો જમ્મુ કાશ્મીરમાં 100 ટકા બાળકો ઈંગ્લીશ મીડિયમમાં ભણી રહ્યા છે .

જોકે હિન્દી મીડીયમ  હજુ પણ પ્રથમ ક્રમે છે.  દેશના 42  ટકા બાળકો હિન્દી મીડિયમમાં ભણી રહ્યા છે. જયારે બીજા ક્રમે ઈંગ્લીશ મીડિયમમાં 26  ટકા અને ત્રીજા ક્રમે બંગાળી ભાષામાં 6.7 ટકા અને ચોથા ક્રમે મરાઠી ભાષામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા 5.6 ટકા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:25 pm IST)