મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

બિહારમાં 24 કલાકમાં સૌથી વધુ રસીકરણ: દેશનું પ્રથમ રાજ્ય બન્યું

બીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ અને ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્

નવી દિલ્હી : કોરોનાની રસી મળતા જ બિહારમાં રસીકરણે સ્પીડ પકડી છે. બિહારમાં 24 કલાકમાં સૌથી વધારે રસીકરણ થતા આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ અને ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર છે.

 કોવિન પોર્ટલ પર રાતે 9 વાગ્યા સુધીમાં જારી આંકડા અનુસાર રાજ્યમાં 5 લાખ 44 હજાર 244 લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં 3817 કેન્દ્રો પર રસી લગાવવામાં આવી છે. બિહારે 5 લાખનો આંકડો 9 દિવસમાં પાર કર્યો છે. આની પહેલા 21 જૂને રાજ્યમાં 7.28 લાખ રસી લાગી હતી. રસીકરણમાં ભાગલપુર આગળ રહ્યુ. ગત રાતે 9 વાગ્યા સુધી કિશનગંઝમાં માત્ર 133 લોકોને રસી લાગી હતી

  રાજ્ય સરકારે 21 જૂને રસીકરણના મહાભિયાનનો આગાજ કર્યો હતો. 6 મહિનામાં 6 કરોડ લોકોના રસીકરણનું લક્ષ્‍ય રાખ્યુ હતુ. લક્ષ્‍યની પ્રાપ્તિ માટે 3.30 લાખનું રોજ સરેરાશ રસીકરણ કરવામાં આવશે. જોકે રાજ્યએ 22 જૂન બાદથી રસીની અછત વર્તાઈ છે. દર રોજ ઘટતા રસીકરણથી મહાઅભિયાનને ઝટકો વાગ્યો છે.

(1:13 pm IST)