મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ડીજીએફટીના પ્રતિબંધ છતા

સુદાનથી આયાત કરાયેલ તરબુચના ૧.૬૬ કરોડના બી પકડાયા

આ બીનો ઉપયોગ કાજુ કતરી અને કેટલીક દવા બનાવવા ઉપયોગ થાય છે

જોધપુરઃ કસ્ટમ વિભાગના અધીકારીઓએ ગઇકાલે ધર ડ્રાયપોર્ટ ઉપર રેડ દરમિયાન ડીજીએફટીના પ્રતિબંધ થતા સુદાનથી આયાત કરેલ ૩૬૦ મેટ્રીક ટન તરબુચના બી જપ્ત કરેલ. ઇન્ટેલીજન્સની સૂચના ઉપર કરાયેલ કાર્યવાહીમાં જપ્ત કરાયેલ ૨૦ કન્ટેનરમાં ભરેલ તરબુચના બીની કિંમત ૧.૬૬ કરોડ આંકવામાં આવેલ.

કસ્ટમ વિભાગના અધિકારીઓ મુજબ ભારતીય ખેડૂતોને સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી ડીજીએફટીએ ૨૬ એપ્રિલે તરબુચના બી આયાત કરવા ઉપર પ્રતિબંધ લગાવેલ. તેમ છતા જોધપુરમાં મોટી સંખ્યામાં તેના આયાતની માહિતી મળેલ. બી જપ્ત કરવાની સાથે આયાત કરનાર પેઢી કિનસુખ ઓવરસીઝ વીરૂધધ તપાસ શરૂ કરાઇ છે. સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક મનાતા તરબુચના કાળા અને સફેદ બીનો ઉપયોગ કાજુ કતરીની મીઠાઇ તેમજ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.

(2:59 pm IST)