મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

અલ્હાબાદ હાઇકોર્ટ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલોથી નારાજ

કોર્ટની મર્યાદાનું ધ્યાન રાખોઃ યોગ્ય પહેરવેશ જરૂરીઃ બાર એસોસીએશનને આદેશ

ઘણા વકીલો સુનાવણીમાં સ્કૂટર ચલાવતા, પૂજા કરતા અથવા રંગીન કપડા પહેરી દલીલો કરતા જોવા મળેલ

પ્રયાગરાજઃ વકીલોને વર્ચ્યુઅલ સુનાવણીને હળવાશથી લેવા બદલ અલ્હાબાદ હાઇકોર્ટે આપત્તી દર્શાવી ચેતવણી આપતા જણાવેલ કે કેટલાક અધીવકતાઓનો વ્યવહાર મર્યાદીત નથી રહયો. જે રીતે કોર્ટમાં દલીલ કરવામાં આવે છે, તેવી જ રીતે ઘર-ઓફીસ કે ચેમ્બરમાંથી પણ વર્ચ્યુઅલ સુનાવણીમાં કોર્ટ સમજી દલીલ કરો.

વર્ચ્યુઅલ સુનાવણીમાં કેટલાક વકીલો સ્કૂટર ચલાવતા, પૂજા કરતા, ટી-શર્ટ કે રંગીન શર્ટ પહેરી દલીલ કરતા નજરે પડેલ. જે યોગ્ય નથી. ઉપરાંત હાઇકોર્ટે બાર એસોસીએશનને જણાવેલ કે કોર્ટની મર્યાદાનું ધ્યાન રાખો. આ આદેશ જસ્ટીશ એસએસ શમસેરીએ જયોતિ કેસમાં જામીન અંગેની અરજી ઉપર સુનાવણી દરમિયાન આપેલ.

હાઇકોર્ટે કહેલ કે વર્ચ્યુઅલ સુનાવણી નવો અનુભવ છે. વકીલોને કોર્ટ ગાઉન ન પહેરવા છુટ આપવામાં આવી છે, પણ સફેદ શર્ટ-પેન્ટ, સફેદ શર્ટ, સલવાર, સાડી ગળામાં બેન્ડ પહેરી ઘર-ઓફીસ અથવા ચેમ્બરથી દલીલો કરો. વકીલ કોર્ટની મર્યાદાનું ધ્યાન રાખે.

(3:02 pm IST)