મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

સામુહીક દુષ્કર્મનો આરોપી ઢોંગી બાબા સચ્ચીદાનંદ ઝડપાયોઃ ૫૦ હજારનું ઇનામ હતુ

ઝારખંડ, યુપી અને બિહારમાંથી પૂજા-પાઠને નામે સગીર છોકરીઓને દાસી બનાવતો : યુવતીઓના પરીવાર વિરૂધ્ધ ખોટા કેસ બાબાએ કરતા તેમના પિતા-ભાઇ જેલ સજા કાપી રહયા છે

બસ્તીઃ ત્રણ વર્ષથી પોલીસની પકડમાં ન આવનાર ૫૦ હજારના ઇનામી બળાત્કારી બાબા સચ્ચિદાનંદને પકડવામાં સફળતા મળી છે. લખનૌ અસટી એફની ટીમે તેને અમરોહાથી પકડી બસ્તી પોલીસના હવાલે કરેલ.

સચ્ચીદાનંદ ઉપર બળાત્કાર સહીતના ૭ ગુનાઓ અંગે ફરીયાદ નોંધાયેલ છે. તેનો બસ્તીમાં આશ્રમ છે, જે સીલ થઇ ચૂકયો છે. બાબા ઉપર પોતાની જ શિષ્યાઓ, સાધ્વીઓના બળાત્કાર અને યૌન ઉત્પીડનનો આરોપ છે.

ઘણા વર્ષોથી ફરાર બાબાનો દેશના અનેક રાજયોમાં નેટવર્ક છે.

મીઠાપુર ગુમટી ગયા પરમા બિહારના રહેવાસી બળાત્કારી બાબાના અનેક નામ છે. ૨૦૧૭થી બાબા સચ્ચીદાનંદ ઉર્ફે દયાનંદની પોલીસને તલાશ હતી. તેણે અનેક લોકો ઉપર ખોટા કેસ નોંધાવેલ. તે પહેલા લોકો પાસે પુજા-પાઠનું નાટક કરાવતો અને ત્યારબાદ સગીર છોકરીઓને દાસી બનાવતો.

ત્યારબાદ યૌન શોષણનો ખેલ શરૂ થતો. જેમાં કેટલીક સાધ્વીઓ પણ બાળાનો સાથ આપતી. ઝારખંડ, યુપી અને બિહારની કેટલીક યુવતીઓએ વિરોધ કરી આશ્રમમાંથી બહાર આવી બાબા ઉપર કેસ કરેલ. સતત કેસથી પરેશાન બાબાએ યુવતીઓના પરિવારજનો ઉપર કેસ કરેલ. કેટલીક યુવતીઓના પિતા અને ભાઇ ખોટા કેસમાં જેલ સજા કાપી રહયા છે.

(3:03 pm IST)