મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

હોપરએચકયુની ઇન્સ્ટાગ્રામ રિચ લીસ્ટમાં ૫૬ ટકા મહિલાઓ

ઇન્સ્ટાગ્રામની પોસ્ટથી કમાણી કરવામાં રોનોલ્ડો નંબર વનઃ કોહલી ૧૯મા અને પ્રિયંકા ૨૭માં સ્થાને

રોનાલ્ડોને પ્રતિ પોસ્ટ ૧૧.૯૭ કરોડ, કોહલીને ૫.૦૯ કરોડ અને પ્રિયંકા ચોપડાને ૩.૦૧ કરોડ મળે છે

ન્યુયોર્કઃ હોપરએચકયુની ઇન્સ્ટાગ્રામ રિચલીસ્ટ ૨૦૨૧માં પોર્ટુગલના ફુટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કમાણીમાં ટોપ ઉપર છે. રોનાલ્ડો ૧ પોસ્ટ દ્વારા ૧૧.૯ કરોડ રૂપિયા કમાય છે, જયારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન ક્રિકેટર વિરાટ કોહલી ૫.૦૯ કરોડ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા દરેક પોસ્ટથી ૩.૦૧ કરોડની કમાણી કરી લે છે.

ઇન્સ્ટાગ્રામ રિચલીસ્ટમાં વિરાટ ૧૨.૫ કરોડ ફોલોઅર્સ સાથે કમાણીમાં ૧૯માં નંબરે છે, જયારે યાદીમાં સામેલ પ્રિયંકા ચોપડા ૬ કરોડ ફોલોઅર સાથે ૨૭માં સ્થાને છે. ટોપ ટેન આવક ધરાવવામાં રોનાલ્ડો ૨૯ કરોડ ફોલોઅર્સ ધરાવે છે અને ૧૧.૯૭ કરોડ કમાય છે. જયારે ડવેન જોનસન ૧૧.૪૦ કરોડની આવક સાથે ૨૪ કરોડથી વધુ ફોલોઅર ધરાવે છે.

આ ઉપરાંત એરીયાના ગ્રાંન્ડ પણ ૨૪ કરોડથી વધુ ફોલોઅર ધરાવે છે અને પ્રતિ પોસ્ટ ૧૧.૨૯ કરોડની કમાણી કરે છે. કાઇલી જેનર ૧૧.૧૪ કરોડ અને સેલેના ગામેજ ૧૦.૯૨ કરોડ એક પોસ્ટ દ્વારા મેળવે છે. બંને ફોલોઅર્સ ૨૩ કરોડથી વધુ છે.

રિચ લીસ્ટમાં ટોપ સેલીબ્રીટીની યાદીમાં ૫૬ ટકા મહિલાઓ છે. ટોપ ૨૦ની યાદીમાં જ ૧૩ મહિલાઓ છે, જયારે ફકત ૭ પુરૂષો છે. યાદીમાં ૪૭ ટકા સેલેબ્રીટી એકલા અમેરિકાની છે. એશીયાની ૧૩ ટકા અને આફ્રિકાની ૧૨ ટકા સેલીબ્રીટી સામેલ છે.

(3:46 pm IST)