મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ચેન્નાઈ એરપોર્ટ પર પાર્સલમાં ૧૦૭ જીવતા કરોડિયા મળ્યા

પોલેન્ડથી તામિલનાડુના શખ્સને પાર્સલ મોકલાયું હતું : આ કરોળિયા જીનસ ફોનોપેલ્મા-બ્રાચીપેલ્માના હોવાનું જણાયું, દક્ષિણ, મધ્ય અમેરિકા, મેક્સિકોમાં જોવા મળે છે આ કરોળિયા જીનસ ફોનોપેલ્મા-બ્રાચીપેલ્માના હોવાનું જણાયું, દક્ષિણ, મધ્ય અમેરિકા, મેક્સિકોમાં જોવા મળે છે

ચેન્નઈ, તા. ૩ : ચેન્નઈ એરપોર્ટ પર એ સમયે હડકંપ મચી ગયો, જ્યારે કસ્ટમ અધિકારી એક પાર્સલને ચેક કરવા દરમિયાન તેમાં મળેલા ઘણા જીવતા કરોળિયાને જોયાં. આ બધા કરોળિયા પોલેન્ડથી તમિળનાડુમાં રહેતા એક શખસના નામે મોકલાયા હતા.

ચેન્નઈ એર કસ્ટમે પોલેન્ડથી આવલા પાર્સલને વિદેશી પોસ્ટ ઓફિસમાં પકડ્યું. પાર્સલ અરુપુકોટાઈ (તમિળનાડુ)માં એક વ્યક્તિને મોકલાયા હતા. વાઈલ્ડ લાઈફ કન્ટ્રોલ બ્યૂરો અને ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોને તેની ઓળખ માટે બોલાવાયા હતા. આ કરોળિયા જીનસ ફોનોપેલ્મા અને બ્રાચીપેલ્માના હોવાનું તેમનું માનવું હતું, જે સીઆઈટીઈએસ-લિસ્ટેડ ટારેંટુલા છે, કે જે દક્ષિણ, મધ્ય અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળે છે. જ્યારે આ પાર્સલને ખોલવામાં આવ્યું તો તેમાં એક થર્મોકોલનો ડબો હતો, જેમાં ફોયલ પોલિથીન અને કપાસમાં લપેટાયેલી પ્લાસ્ટિકની ૧૦૭ નાની શીશી હતી. આ દરેક શીશીની અંદર જીવતા કરોળિયા હતા. આ પાર્સલને જપ્ત કરી લેવાયું હતું અને તેને પોલેન્ડ પાછું મોકલવા માટે પોસ્ટ ઓફિસના આધિકારીઓને સોંપી દીધું હતું.

એનિમલ ક્વારન્ટાઈન ઓફિશિયલે આ કરોળિયાની ગેરકાયદે મોકલાયા હોવાથી પાછા પોલેન્ડ મોકલવા ભલામણ કરી છે. ભારતમાં આયાત માટેના ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના લાઈસન્સ અને આરોગ્ય સંબંધી દસ્તાવેજ ન હતા.

કે,ભારતમાંથી વાઘ વગેરે પ્રાણીઓના ચામડા, સાપ જેવી ઘણી વસ્તુઓ ગેરકાયદેસ રીતે વિદેશમાં મોકલવામાં આવતી પકડાઈ છે. પરંતુ વિદેશમાંથી ભારતમાં આ રીતે કોઈ પશુ-પ્રાણીને ઘૂસાડાતું હોવાની ઘટનાઓ જવલ્લે જ સામે આવી છે. તેમાંય કરોળિયાને કોઈએ શા માટે વિદેશથી મંગાવ્યા હશે તે કુતૂહલનો વિષય બની ગયો છે.

(7:40 pm IST)