મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ઘર વિહોણા ,ભિખારી ,તેમજ ગરીબ લોકોને ખોરાક ,પાણી ,તથા ટોઇલેટની સગવડ અપાવો : બોમ્બે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી નામદાર કોર્ટે ફગાવી : ઘર વિહોણા લોકોએ પણ કંઈક કામ તો કરવું જોઈએ : જો રાજ્ય સરકાર બધું જ મફત આપ્યે રાખશે તો આવા લોકોની સંખ્યા વધતી જશે

મુંબઈ : ઘર વિહોણા ,ભિખારી ,તેમજ ગરીબ લોકોને ખોરાક ,પાણી ,તથા ટોઇલેટની સગવડ અપાવવા માટે રાજ્ય સરકારને માર્ગદર્શિકા ઘડી કાઢવા માટે બોમ્બે હાઇકોર્ટમાં જાહેર  હિતની અરજી કરાઈ હતી. જે નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

જેના કારણમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા ,તથા જસ્ટિસ જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતું કે ઘર વિહોણા લોકોએ પણ કંઈક કામ તો કરવું જોઈએ : જો રાજ્ય સરકાર બધું જ મફત આપ્યે રાખશે તો આવા લોકોની સંખ્યા વધતી જશે .

બ્રિજેશ આર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર  હિતની અરજીમાં ઘરવિહોણા , ભિખારી ,તથા ગરીબ લોકોને દિવસમાં ત્રણ વખત પૌષ્ટિક રાંધેલું ભોજન મળે, મહિલાઓ અને કિશોરવયની છોકરીઓને પીવાલાયક પાણી અને સેનિટરી નેપકિન્સ મળે.તેમજ તમામને ટોઇલેટની સુવિધા મળે તેવી રાજ્ય સરકાર અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ને સુચના આપવા માગણી કરવામાં આવી હતી . જેના અનુસંધાને નામદાર  કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી સાથે અરજી ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)