મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

શું શિક્ષણમાં જાતિ આધારિત અનામત કાયમ માટે છે ? : આ પ્રકારની અનામત માટે કંઈક સમય મર્યાદા નક્કી કરાવી આપો : અનામતને કારણે દર વર્ષે 50 ટકા જેટલા તેજસ્વી ઉમેદવારોનો ભોગ લેવાઈ જાય છે : તેજસ્વી ઉમેદવારનું સ્થાન તેનાથી ઓછા તેજસ્વી ઉમેદવારો લઇ જાય છે : જેના પરિણામે રાષ્ટ્રની પ્રગતિ રૂંધાય છે : સુપ્રીમ કોર્ટમાં એમ.બી.બી.એસ. ડોક્ટર સુભાષ વિજયરનની અરજી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક એમ.બી.બી.એસ. ડોક્ટર સુભાષ વિજયરને  અરજી કરી છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે શું શિક્ષણમાં જાતિ આધારિત અનામત કાયમ માટે છે ? . અનામતને કારણે તેજસ્વી ઉમેદવારનું સ્થાન તેનાથી ઓછા તેજસ્વી ઉમેદવારો લઇ જાય છે : જેના પરિણામે રાષ્ટ્રની પ્રગતિ રૂંધાય છે. અને દેશને  નુકશાન થાય છે . આવી અનામત માટે કંઈક સમય મર્યાદા નક્કી કરાવી આપો તેવી માંગણી આ ડોક્ટરે કરી છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ હકીકતમાં દરેક ઉમેદવારને ખુલ્લી સ્પર્ધા માટે સક્ષમ બનાવવા જોઈએ. નીચલા વર્ગના લોકોને કોચિંગ ,આર્થિક સહાય સહિતની સગવડ પુરી પાડી  સ્પર્ધા માટે સક્ષમ બનાવવા જોઈએ. તો તે પોતે સક્ષમ બનશે  તેમજ રાષ્ટ્ર પણ પ્રગતિ કરશે.

અરજીકર્તાએ ઉમેર્યું હતું કે અનામત પહેલા લોકો ઉચ્ચ વર્ગમાં જવા ઇચ્છુક હતા હવે નીચલા વર્ગમાં જવા માટે ધમપછાડા કરે છે. અને ઝગડે છે.આ અનામતને કારણે 50 ટકા જેટલા તેજસ્વી લોકોનો ભોગ લેવાઈ જાય છે.આવું ક્યાં સુધી ચાલુ રહેશે તેવો સવાલ તેમણે પૂછ્યો હોવાનું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)