મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર 75માંથી 66 સીટો પર કબજો : સપાને માત્ર 6 મળી : અન્યને ફાળે 4 સીટ

બુલેંદખંડની બધી સીટો પર ભાજપે ક્લીન સ્વીપ કરી: સપાના ગઢ બદાયું સહીત હાથરસ, બારાબંકી, ફિરોઝાબાદ, પ્રયાગરાજમાં ભાજપનો વિજય .

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં યોજાયેલી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપે 75માંથી 66 સીટો પર કબજો કર્યો છે. સમાજવાદી પાર્ટીને માત્ર 6 સીટ મળી છે. અન્યનો ચાર સીટો પર વિજય થયો છે. બુલેંદખંડની બધી સીટો પર ભાજપે ક્લીન સ્વીપ કરી છે.

સમાજવાદી પાર્ટીના ગઢ મનાતા બદાયૂંમાં ભાજપે જીત હાસિલ કરી છે. આ સિવાય હાથરસ, બારાબંકી, ફિરોઝાબાદ, પ્રયાગરાજ સહિત 65 સીટો પર ભાજપે જીત હાસિલ કરી છે. ફિરોઝાબાદ જિલ્લા પંચાયત અધ્યક્ષ પદે ભાજપના ઉમેદવાર હર્ષિતા સિંહનો વિજય થયો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રૂચિ યાદવે રડતા રડતા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

કુલ મળી 75 જિલ્લામાંથી 65 પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે સપાને છ અને 4 પર અપક્ષની જીત થઈ છે. લખનઉ, કાનપુર, જૌનપુર, હાથરસ સહિત 65 જિલ્લામાં ભાજપના ઉમેદવારે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે 29 જૂને 75 જિલ્લા પંચાયતોમાં અધ્યક્ષ પદ પર ઉમેદવારી નોંધાઈ હતી. આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ- ભારતીય જનતા પાર્ટીએ 75 જિલ્લા પંચાયત અધ્યક્ષ સીટોમાં 67 પર જીત હાસિલ કરી છે. અમે 2022ની વિધાનસભા ચૂંટણી પણ જીતીશું.

 

ઉત્તર પ્રદેશના ચાંદૌલી, હાપુ઼ડ, સુલ્તાનપુર, મિરઝાપુર, રાયબરેલી, મથુરા, ફિરોઝાબાદ, બિજનોર, હમીરપુર, મુઝફ્ફરનગર, સોનભદ્ર, બલિયા, ગાજીપુર, ઉન્નાવ, હરદોઈ, કુશિનગર, મૈનપુરી, પ્રતાપગંજ,, કન્નૌજ, જાલૌન, મહારાજગંજ, સંત કબીરનગર, લખીમપુર, અમેઠી, ભદોહી, બારાબંકી, ફરરૂખાબાદ, સંભલ, બસ્તી, ફતેહપુર, શામલી, અલીગ,, જૈનપુર, કાસગંજ, આઝમગઢ, સિદ્ધાર્થનગર, એટા, અયોધ્યા, રામપુર, સીતાપુર, ઉરૈયા, મહોબા, ફતેહપુર, કાનપુર નગર, કાનપુર ગ્રામ્ય, આંબેકરનગર, બરેલી, કૌશમ્બી, હાથરસ, દેવરીયા અને લખનઉમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે મતદાન થયું હતું.

(8:46 pm IST)