મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

યુપી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી:છેલ્લા પરિણામ મુજબ 75માંથી 67 જિલ્લામાં ભાજપનું કમળ ખીલ્યું :સપાને 6 અને અન્યને બે મળી

લખનઉ, કાનપુર, જોનપુર, હાથરસ સહિત 65 જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ મોટી જીત મેળવી

 

નવી દિલ્હી : યુપી વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. શનિવારે વોટિંગ બાદ 75 જિલ્લાના પરિણામ જાહેર થયા તેમાં 67 બેઠકો ભાજપને મળી છે તો સમાજવાદી પાર્ટીને ફક્ત 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. અપક્ષના ખાતામાં 2 બેઠકો આવી છે.

લખનઉ, કાનપુર, જોનપુર, હાથરસ સહિત 65 જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ મોટી જીત મેળવી. 29 જુને 75 જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે નામાંકન થયું હતું.

એટા, બલિયા, સંત કબીરનગર તથા આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે તો જોનપુરમાં અપક્ષ, બાગપતમાં આરએલડી તથા પ્રતાપગઢમાં જનસત્તા દળના ઉમેદવારની જીત થઈ છે. આ પહેલા 22 જિલ્લામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ સર્વાનુમતે ચૂંટાયા હતા જેમાં 21 પર ભાજપ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. આ રીતે 67 જિલ્લામાં ભાજપ, પાંચ જિલ્લામાં સપા અને 1-1 બેઠક પર જનસત્તા દળ, રાષ્ટ્રીય લોકદળ અને એક બેઠક પર અપક્ષને જીત મળી છે

કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠકમાં પણ કમળ ખીલ્યું છે. ભાજપની ટીકિટ પર ચૂંટણીમાં ઉતરેલા રાજેશ અગ્રહરી વિજયી ઠર્યાં છે. રાજેશ અગ્રહરીને 36 માંથી 31 વોટ મળ્યા. સપા ઉમેદવારને ફક્ત ચાર વોટથી સંતોષ માનવો પડ્યો.

  યુપીના લખનઉમાં ભાજપના ઉમેદવાર આરતી રાવતની 14 વોટ સાથે જીત થઈ તો સમાજવાદી પાર્ટીના નિશી યાદવ 12 વોટ સાથે બીજા નંબરે રહ્યાં. જોનપુરમાં બાહુબલી ધનંજય સિંહની પત્ની શ્રીકલા રેડ્ડી વિજયી બન્યાં

(10:56 pm IST)