મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખનગી બેઠક

મુંબઈના નરીમાન પોઇન્ટ પર બંને નેતાઓ વચ્ચે દોઢ કલાક ચર્ચાના સમાચારથી રાજકીય ખળભળાટ

મહારાષ્ટ્ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર સામે આવ્યા છે. બંનેની મુલાકાત મુંબઈના નરીમાન પોઇન્ટ પર થઈ છે. આ બંને વચ્ચે દોઢ કલાક ચર્ચાના સમાચાર છે. ભાજપ-શિવસેનાની આ બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ભૂકંપ આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગુપ્ત બેઠકોમાં વધારો થયો છે. અગાઉ સંજય રાઉતે એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સંજય રાઉત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા. ત્યારબાદ તેઓ સીધા NCP સુપ્રીમો શરદ પવારને મળ્યા. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ અમિતભાઈ શાહને મળ્યા હતા

વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ બે દિવસ પહેલા દિલ્હીથી આવ્યા છે. ત્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ અને અમિતભાઈ શાહ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનએ પણ ફોન દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ, શાહ અને મોદી વચ્ચે લગભગ વીસ મિનિટ ચર્ચા થઇ હતી.

(1:00 am IST)