મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

ભારતીય સેનાનું હેલીકોપ્ટર પઠાણકોટના રણજીત સાગરમાં થયું ક્રેશ : બચાવ ટીમ સ્થળ પર પહોંચી

હેલીકોપ્ટર 254 આર્મી AVN સ્કાવાડ્પને મામુન કૈંટથી ઉડાન ભરી હતી

જમ્મુ કાશ્મીરના કઠુઆની પાસે મંગળવાર સવારે ભારીતય સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. કઠુઆમાં રણજીત સાગર ડૈમના તળાવમાં આ હેલીકોપ્ટર ક્રેશ થયુ છે. આ ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યુ છે. બચાવ ટીમ તળાવ પર પહોંચી ગઈ છે.

સવારે લગભગ 10.20 કલાકે ભારતીય સેનાનું હેલીકોપ્ટર 254 આર્મી AVN સ્કાવાડ્પને મામુન કૈંટથી ઉડાન ભરી હતી. હેલીકોપ્ટર ડૈમ વિસ્તારની પાસે ઉંચાઈ પર રાઉન્ડ લઈ રહ્યુ હતું. જે બાદ ક્રેશ થઈ ડૈમમાં ખાબક્યું હતું.

આ દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમની તૈનાતી કરી દેવામાં આવી છે અને રાહત અને બચાવ મિશન ચાલુ છે. કઠુઆ જિલ્લામાં એસએસપી આરસી કોટવાલના જણાવ્યા અનુસાર ડાઈવર્સની તરફથી તળાવમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. હેલીકોપ્ટરમાં કેટલા લોકો હતા. નુકસાન કેટલુ થયુ છે. તેની જાણકારી હજૂ મળી નથી.

(1:09 pm IST)