મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

CBSE ધો. ૧૦નું ૯૯.૦૪% પરિણામ

વેબસાઇટ ઉપર પરિણામ જાહેર : વિદ્યાર્થીનીઓનું પરિણામ સૌથી વધુ : વિવિધ મૂલ્યાંકન આધારે પરીણામ જાહેર થયુ : અઢી લાખ છાત્રોએ ૯૦%થી વધુ ગુણ મેળવ્યા

નવી દિલ્હી તા. ૩ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધો. ૧૦નું આંતરીક મૂલ્યાંકનને આધારે જાહેર થયેલું પરિણામ જાહેર કર્યું છે. ધો. ૧૦ CBSEનું ૯૯.૦૪ ટકા આવ્યું છે.

આજે જાહેર થયેલા પરિણામમાં અઢી લાખથી વધુ છાત્રોને ૯૦ ટકાથી વધુ ગુણ આવ્યા છે. ધો. ૧૦ CBSEનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉંચુ રહ્યું છે.

આ વખતે સીબીએસઈ ધોરણ ૧૦માંથી દેશભરમાંથી કુલ ૨,૫૮,૭૮૬ વિદ્યાર્થીઓને ૯૦ ટકાથી વધુ માર્ક મળ્યા છે. તેમાંથી  ૨,૦૦,૯૬૨ વિદ્યાર્થીઓને ૯૦થી ૯૫ ટકા વચ્ચે માર્ક મળ્યા છે. બાકી ૫૭,૮૨૪ વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધુ માર્ક મળ્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-૧૦ના પરિણામ જાહેર થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓએ CBSE ધોરણ-૧૦ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ૧૦માં ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પાસ થનારા વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓની ટકાવારી ૦.૩૫ ટકા વધારે રહી છે. CBSE પ્રમાણે ૫૭ હજાર ૮૨૪ વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધારે માકર્સ મળ્યા છે. તો ૨ લાખ વિદ્યાર્થીઓનો સ્કોર ૯૦થી ૯૫ ટકાની વચ્ચે રહ્યો છે. ૧૦માંની પરીક્ષા માટે ૨૧ લાખ ૧૩ હજાર ૭૬૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી ૨૦ લાખ ૯૭ હજાર ૧૨૮ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો ૧૬ હજાર ૬૩૯ વિદ્યાર્થીઓનું પરિણામ અત્યારે તૈયાર નથી થયું. આમનું પરિણામ જાહેર કરવાની તારીખ બાદમાં જણાવવામાં આવશે.

આ વર્ષે રિઝલ્ટ માટે છેલ્લા ૩ વર્ષમાં સ્કૂલના સૌથી સારા પરિણામવાળા વર્ષને આધાર વર્ષ (રેફરન્સ યર) માનવામાં આવ્યું છે. વિષયવાર માકર્સ નક્કી કરવાની પણ આ જ રીત રહી. તમામ વિદ્યાર્થીઓના સરેરાશ અંક પ્રમાણે જ આ વર્ષનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે વિદ્યાર્થીઓના વિષયવાર માકર્સથી ૨ અંક ઓછા અથવા વધારે હોઈ શકે છે. વિદ્યાર્થીઓના ૧૦૦ માકર્સ ૨૦ માકર્સ- ઇન્ટરનલ અસેસમેન્ટ, ૧૦ માકર્સ- યુનિટ ટેસ્ટ/પીરિયોડિક ટેસ્ટ, ૩૦ માકર્સ- મિડટર્મ/હાફ યરલી ટેસ્ટ, ૪૦ માકર્સ- પ્રી બોર્ડ એકઝામિનેશનથી જોડવામાં આવ્યા છે.

(3:41 pm IST)