મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

મંદી સામે દેશોને IMFની ૬૫૦ અબજ ડોલરની મદદ

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનો ઐતિહાસિક નિર્ણય : ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે, ૨૩ ઓગસ્ટથી કાર્યવાહી શરૃ કરાશે

 

વોશિંગ્ટન, તા. : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કોરોના વાયરસ અ્ને મંદી સામે ઝઝૂમી રહેલા દુનિયાના ગરીબ દેશોને ૬૫૦ અબજ ડોલરની મદદ કરવા માટે લીલી ઝંડી આપી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે એક ઐતહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે.

ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે રકમ ઉપયોગી બનશે. ૨૩ ઓગસ્ટથી તેા પર કાર્યવાહી શરૃ કરવામાં આવશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ હતુ કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને ૨૭૫ અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈનકાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનુ સમર્થન કર્યુ હતુ. તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ કહ્યુ હતુ કે, નાના વેપારીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે તેને પેકેજ આપવાની જરૃર છે.

બીજી તરફ ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના તેમણે વખાણ કર્યા હતા.

(7:36 pm IST)