મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

તાઇવાન તેના દેશના પાસપોર્ટમાં નાગરિકોની અલગજ ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસો કરશે મુળ ચીનથી ઓળખ અલગ કરવાનો ધ્યેય

વુહાનમાં વાઇરસ આવ્યા બાદ ઓળખની મુશ્કેલી સર્જાતા ગુચવાડો દુર કરવાનો પ્રયત્ન

તાઇપેઇઃ તાઇવાને પોતાના દેશના નાગરિકોની ઓળખ અલગથી થઇ શકે તે માટે પાસપોર્ટમાં મોટા ફેરફારો કરવા પ્રયાસ કરી રહ્યું છે.

વુહાન વાઇરસ સામે આવ્યા પછી ઓળખની તકલીફ
તાઇવાનના વિદેશમંત્રી જોસેફ વૂએ જણાવ્યું હતું કે વુહાન વાઇરસ (Wuhan Virus) એટલે કે કોરોનાનો રોગચાળો ફેલાયા પછી સમગ્ર વિશ્વમાં ચીનના નાગરિકોને શકથી જોવાય છે. તેથી અમે નવા પાસપોર્ટમાં તાઇવાનની ઓળખ ઉપર રાખી છે. તેથી લોકો ભૂલથી ચીની નાગરિક ન સમજે.

ગૂંચવાડો દૂરકરવાનો પ્રયત્ન

તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે. પરંતુ કોરોના રોગચાળા અને તેના પહેલા ચીન તરફથી તેના સાર્વભૌમત્વ તરફ હુમલો કરવાના પ્રયત્નો વચ્ચે તાઇવાને પાસપોર્ટને લઈને આ પગલું ઉઠાવ્યું છે. અત્યાર સુધી તાઇવાનના પાસપોર્ટ પર મોટા શબ્દોમાં રિપબ્લિક ઓફ ચીન લખેલુ રહેતુ હતુ અને તાઇવાન નીચેની બાજુએ લખેલુ રહેતુ હતુ. તેના કારણે વિશ્વના બીજા દેશોમાં તાઇવાની નાગરિકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ હટાવ્યો

તાઇવાન જાન્યુઆરીથી નવો પાસપોર્ટ જારી કરશે. તેમા અંગ્રેજીમાં રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ નહી હોય. અંગ્રેજીમાં ફક્ત તાઇવાન લખેલુ હશે. જો કે ચીની ભાષામાં રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ પહેલાની જેમ હાજર રહેશે. તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વૂએ જણાવ્યું હતું કે નવા પાસપોર્ટથી તાઇવાની નાગરિકોની ઓળખ સ્પષ્ટ થશે અને તેમને ભૂલથી ચીની નાગરિક માનવાથી બચાવી શકાશે.

ચીન અને તાઇવાન વચ્ચે શું છે લડાઈ

તાઇવાનમાં ચીનની રાષ્ટ્રવાદી લોકતાંત્રિક સરકાર છે. વાસ્તવમાં તાઇવાનનું મૂળ નામ રિપબ્લિક ઓફ ચાઇના છે. 1949ના યુદ્ધમાં સામ્યવાદી પક્ષ (Communist) સામે હાર્યા પછી ચીનની સરકાર તાઇવાન નિર્વાસિત થઈ. તેના પછી તાઇવાન પોતાને લોકતાંત્રિક ચીન કહે છે. જ્યારે મેઇનલેન્ડ ચાઇના પોતાને પીપલ્સ રિપબ્લિકઓફ ચાઇના કહે છે. તાઇવાન પોતાની લોકતાંત્રિક ઓળખ વિશ્વ સામે રાખે છે અને એક દિવસ સમગ્ર ચીનને લોકતાંત્રિક છત્ર હેઠળ લાવવાની વાત કરે છે. તેથી હાલમાં તાઇવાન સાથે સંબંધ રાખનારા દેશ સાથે ચીન સંબંધ રાખતો નથી. તાઇવાન અમેરિકા, ભારત, બ્રિટન સાથે અનૌપચારિક સંબંધ ધરાવે છે તથા કાઉન્સેલેટના માધ્યમથી આ સંબંધ કાયમ છે. વિશ્વના મોટાભાગના દેશોએ ચીનના અસલી કર્તાધર્તા તરીકે ચીનના સામ્યવાદી પક્ષના પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને માન્યતા આપી છે. તેથી તાઇવાન સમુદ્ર વચ્ચે સમેટાઇને રહી ગયું છે.

(12:00 am IST)