મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

પાકિસ્તાનમાં નિકાસ કરતા શ્રીનગર-કુપવારાના ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

કરોડોની કરચોરી દર્શાવતા હિસાબી દસ્તાવેજો જપ્ત કરાયા

 

ગ્રેટ---

ફોટો it

નવી દિલ્હી : પાકિસ્તાનમાં નિકાસ કરતા શ્રીનગર-કુપવારાના ત્રણ જૂથ ઉપર IT દરોડા પાડ્યા છે. કરોડોની કરચોરી દર્શાવતા હિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. મોટાપાયે કરચોરી થતી હોવાની શંકાએ કેન્દ્ર સરકારે ત્રણેય જૂથની નિકાસની કામગીરી બંધ કરાવી હતી.    મળતી વિગત મુજબ આવકવેરા વિભાગે શ્રીનગર અને કુપવારા સ્થિત LOC પાર પાકિસ્તાન સાથે વ્યાપાર કરનારા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે. ત્રણ પૈકી એક જૂથે 25 કરોડની ચીજવસ્તુ પાકિસ્તાનમાં નિકાસ કરી હતી. પરંતુ આવકવેરો ભર્યો નહતો. જૂથ પાસેથી બે પાનકાર્ડ મળી આવ્યા છે. તો જૂથની દિકરી પાકિસ્તાનમાં શિક્ષણ મેળવ્યુ હોવાના દસ્તાવેજો અને તેના માટે કરાયેલ લાખ્ખોના ખર્ચના હિસાબો મળી આવ્યા છે. જૂથને ત્યાથી દરોડામાં કરોડો રૂપિયાના બેનામી આર્થિક વ્યવહારો શોધી કાઢવામા આવ્યા છે.

અન્ય એક જૂથને ત્યા પાડવામાં આવેલા દરોડામાં છેલ્લા બે વર્ષમાં 3 કરોડની નિકાસ પાકિસ્તાનમાં કરી હતી. પરંતુ જૂથે માત્ર એક વર્ષનો ઈન્કમટેક્સ ભર્યો છે. જૂથને ત્યાથી હાથ લાગેલા દસ્તાવેજો અને અન્ય હિસાબી પત્રકો આવકવેરામાં દર્શાવેલ રકમ સાથે મેળ ખાતો નથી. કરોડો રૂપિયાની બેનામમી સંપતિ હોવાની શંકા પ્રેરે છે. 2017થી દર વર્ષે 20થી 25 દિવસ માટે પાકિસ્તાનમાં જતા હોવાના પુરાવા પાસપોર્ટના આધારે મળ્યા છે. ત્યાં બેનામી રોકાણ હોવાની વિગતો દર્શાવતા કેટલાક શંકાસ્પદ પુરાવાઓ મળ્યા છે.

ત્રીજા જુથને ત્યાંથી આવકવેરા વિભાગે, 10 કરોડની બિનહિસાબી રોકડ શોધીને જપ્ત કરી છે. જૂથ પણ પાકિસ્તાન સાથે નિકાસની કામગીરી સાથે સંકળાયેલ છે. જૂથ જે વાસ્તવિક આવક રળે છે તે ઈન્કમટેક્સ રીટર્નમાં બતાવી નથી. જૂથને ત્યાથી આવકવેરા વિભાગે મોટી માત્રામમાં કરચોરી દર્શાવતા હિસાબીી દસ્તાવેજો, રોકડ રકમ વગેરે જપ્ત કરીને દરોડા બાદની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય જૂથની પાકિસ્તાન સાથેની નિકાસ કામગીરી કેન્દ્ર સરકારે ગત એપ્રિલ મે મહિનામાં બંધ કરાવી દીધી હતી.

(11:11 pm IST)