મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

હવે ગ્રેટર નોઈડા બનશે ભારતનું 'ટોય હબ' : રમકડાંની ફેક્ટરી સ્થાપવા 92 અરજી આવી

YEIDA પાસે વિવિધ કદના 155 પ્લોટ: આશરે 3000 કરોડનું રોકાણ મળવાની અપેક્ષા

નવી દિલ્હી : તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે રમકડા બનાવો. તેમની અપીલની જોરદાર અસર જોવા મળી રહી છે. રમકડા બનાવવાની ફેક્ટરી સ્થાપવા માટે ઉત્તર પ્રદેશ સરકારને 92 અરજીઓ મળી છે. આગામી દિવસોમાં ગ્રેટર નોઈડામાં જેવર એરપોર્ટ નજીક ટોય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં ચીન (ચેંગાઇ) અને તાઇવાનથી આશરે 90 ટકા રમકડાં આયાત કરવામાં આવે છે, પરંતુ હવે ગ્રેટર નોઇડા ભારતની ચેંગાઇ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

રમકડા ઉદ્યોગની સ્થાપના માટે ઓગસ્ટની શરૂઆતમાં એક યોજના હેઠળ અરજીઓ માંગવામાં આવી હતી અને છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA)ના સીઇઓ અરૂણ વિરસિંહે કહ્યું કે, YEIDA પાસે વિવિધ કદના 155 પ્લોટ છે અને 92 અરજીઓ મળી છે. જ્યારે બાકીનો પ્લોટની ફાળવણી બીજી યોજના હેઠળ કરાશે. જ્યારે સંપૂર્ણ 100 એકરની અરજી આવી જશે તો YEIDAને આશરે 3000 કરોડનું રોકાણ મળવાની અપેક્ષા છે.

સરકાર ઘરેલું રમકડાંને પ્રોત્સાહન આપવા માટે પણ તૈયારી કરી રહી છે. સરકાર રમકડાનો મેળો યોજવાનું વિચારી રહી છે. 1 સપ્ટેમ્બરથી આયાત કરાયેલા રમકડાની ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ફક્ત તે રમકડા જે દેશમાં આવે છે તે નિયમો અનુસાર છે. નિયમ ઉત્તર ભારતને રમકડા ઉદ્યોગનું કેન્દ્ર બનાવશે તો બીજી તરફ નોકરીની ઘણી તકો પણ ઉભી કરશે.

માર્કેટ રિસર્ચ કંપની IMARCના જણાવ્યા અનુસાર ભારતમાં રમકડાંનું લગભગ 10 હજાર કરોડનું ટર્નઓવર છે. આમાંથી સંગઠિત રમકડા બજાર 3.5-4.5 હજાર કરોડનું છે. અહીં જણાવી દઈએ કે, ભારતમાં હજુ પણ 80 ટકા રમકડાં ચીનથી આવે છે. આવી સ્થિતિમાં ચાઇના પરની નિર્ભરતા દૂર કરવા અને લોકલને વોકલ કરવા માટે રમકડા ઉદ્યોગમાં ઘણી તકો ખીલશે. બાબત પણ રસપ્રદ છે કે, રમકડા ઉદ્યોગ વાર્ષિક 15 ટકાના દરે વિકાસ કરી રહ્યો છે, જેને સ્થાનિક સ્તરે મજબુતી તેજી તરીકે જોવામાં આવી રહી છે.

(11:15 pm IST)