News of Thursday, 3rd September 2020
હવે PMO Indiaની યુટ્યુબ ચેનલના વીડિયો ઉપર નહી કરી શકો કોમેન્ટ: લાઈક અને ડિસલાઈક પણ કરાયું બંધ
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની ગયા રવિવારે પોતાના રેડીયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશના લોકોને સંબોધીત કર્યાં હતાં. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, મોદી અને પીએમઓ ઈન્ડિયાના યુટ્યુબ ચેનલ ઉપર ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. હેરાન કરી દેનારી વાત તે હતી કે, વિડીયોને લાઈક કરતા ડિસલાઈક વધારે મળ્યાં હતાં. વીડિયોમાં 3 લાખથી વધારે ડિસલાઈક મળ્યાં હતા.
હવે પીએમઓ ઈન્ડિયાના યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ સેક્શન ઓફ કરવામાં આવ્યું છે. તેનો મતલબ હવે આ યુટ્યુબ ચેનલના વીડિયો ઉપર કોઈ પણ કોમેન્ટ નહીં કરી શકો. પીએમઓ ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ સેક્શનની સાથે સાથે લાઈક અને ડીસલાઈક પણ બંધ નજરે પડી રહ્યું છે
(11:49 pm IST)