મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

રાજસ્થાન કોરોનાના ભરડામાંઃ કોરોનાની ચપેટમાં આવેલા કોંગ્રેસ-બીજેપીના પાંચ ધારાસભ્યોઃ મુખ્યમંત્રીએ તબિયતની જાણકારી મેળવી

રાજસ્થાનમાં કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓના ધારાસભ્ય કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે આ સમયે કોંગ્રેસ ધારાસભ્ય રામલાલ જાટ, રફીકખાન કોરોનાની ચપેટમાં આવેલ છે. જયારે બીજેપી ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડ, અશોક લાહોટી અને અર્જુનલાલ પણ કોરોના પોઝીટીવ છે.

આ પહેલા રાજસ્થાન કેબિનેટ મંત્રી પ્રતાપસિંહ અને પૂર્વ મંત્રી વિશ્વેન્દ્રસિંહ, રમેશચંદ્ર મીના જયપુરના પૂર્વ મેયર જયોતિ ખંડેલવાલ પણ કોરોના પોઝિટીવ છે.મુખ્યમંત્રીએ ટવિટ કરી કોંગ્રેસ-બીજેપી બધા નેતાઓ જલ્દી સ્વસ્થ બની જાય તે માટે કામના કરી છે.

(12:19 am IST)