મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

No Entryમાં વાહન લઈ જવા માટે રોકતા મહિલાએ જ મહિલા પોલીસકર્મીને ઢીબી નાંખી : કોન્સ્ટેબલને હાથે ભર્યું બટકું

મહોબા,તા.૩: ઉત્ત્।ર પ્રદેશના મહોબા જિલ્લામાં No Entryમાં ફોર વ્હિલર લઈ જવા માટે ના પાડતા પિકઅપ જીપમાં સવાર મહિલાએ પોલીસની મહિલા પીઆરડી કર્મીને માર માર્યો હતો. પોલીસ ચોકીની સામે જ મારપીટની ઘટનાને જોઈને ઘટના સ્થળ ઉપર પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર મહિલાએ હુમલો કર્યો હતો. મહિલાએ પોલીસ કોન્સ્ટેબલના હાથે બટકું ભર્યું હતું.

ધોળાદિવસે પીઆરડી જવાન મહિલા સાથે મારામારી અને પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલાને લઈને અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મહિલાને કાબૂમાં લીને કસ્ટડીમાં લીધી હતી. પોલીસે મહિલાને મેડિકલ પરીક્ષણ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ મામલે મહોબા જિલ્લામાં શહેર પોલીસ સ્ટેશનની શુભાષ પોલીસ ચોકીનો છે. મહોબા પોલીસ ચોકીની સુભાષ ચોકીની બહાર રિંકી સિંહ નામની પીઆરડી જવાન મહિલાને એન્ટ્રી એરિયામાં ડ્યૂટી કરી રહી હતી. ત્યારે એક પીકઅપ જીપમાં એક બાળકી સાથે રાધા નામની એક મહિલા પહોંચી ગઈ. નો એન્ટ્રી હોવા છતાં પણ મહિલા પિકઅપ વાનને અંદર લઈ જવાની જીદ પકડી હતી.

 

(11:33 am IST)