મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

અમેરિકી ચૂંટણીમાં ફરી રશીયાની ડખલ : ટ્રમ્પને ફાયદો

ટ્રમ્પ પરિવાર સાથે કામ કરવું મોટી ભુલ : મેલાનીયાના પૂર્વ સલાહકાર સ્ટેફની

વોશીંગ્ટન : અમેરિકામાં એક તરફ જ્યાં ચૂંટણી છે, ત્યારે ફરી રશીયા ડખલનો મુદ્દો ઉભો થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનોશામાં આયોજીત રેલીમાં દેશમાં ફેલાયેલ હીંસાના મુદ્દે ડેમોક્રંટીક નેતાઓને ધેર્યા હતા.

એક ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ ગત વર્ષે નવેમ્બરમાં ટ્રમ્પની તબીયત બગડી ગયેલ. અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ થોડા દિવસો માટે રાષ્ટ્રપતિનો પદાભાર સંભાળેલ. જો કે ટ્રમ્પ અને પેંસ બંન્નેએ આ ખબર ખોટી ગણાવેલ.

અમેરિકાના પ્રથમ મહિલા મેલીનીયાની સલાહકાર રહેલ સ્ટેફની વિસ્ટને પોતાની બુકમાં જણાવેલ કે, ટ્રમ્પ પરિવાર સાથે કામ કરવું જીવનની સૌથી મોટી ભુલ હતી. સ્ટેફની ૨૦૧૮ ફ્રેબુઆરી સુધી વ્હાઇટ હાઉસમાં મેલાનીયાના સલાહકાર હતા.

કેટલાક વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે રશીયાના  સમર્થન વાળી એક ઇન્ટરનેટ રિસર્ચ એજન્સી અમેરિકી ચૂંટણીમાં આડકતરી રીતે દખલ દઇ રહી છે. એજન્સી તરફથી કેટલીક ખોટી વેબસાઇટ અને સોશ્યલ મીડીયા ઉપર ફેક એકાઉન્ટ ખોલી ભડકાઉ અને વિવાદીત પોસ્ટ મુકવામાં આવી રહી છે.

(2:44 pm IST)