મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

જૈવિક ખેતીમાં ભારતીય ખેડુતોનો વિશ્વભરમાં દબદબો

સુર્યમુખીના બી, તલ, સોયાબીન, ચા આયુર્વેદિક છોડ, ચોખા અને કઠોળની નિકાસ : સંપુર્ણપણે જૈવિક ખેતી કરનાર વિશ્વનું પહેલું રાજય બન્યુ સિક્કીમ

ચેન્નાઇ : ભારતમાં જૈવિક ખેતીમાં દેશના ખેડુતો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહયા છે. ભારતીય ખેડુતોનો આ ખેતીમાં વિશ્વભરમાં દબદબો છે. ભારતના ખેડુતો દુનિયાભરમાં સૌથી વધારે જૈવિક ખેતી કરી રહયા છે.

વિશ્વમાં જૈવિક ખેતીનું નવમાં નંબરનું સૌથી મોટુ ક્ષેત્રફળ ભારતમાં છે. એટલું જ નહી, સિકકીમ સંપુર્ણપણે  જૈવિક ખેતી કરનારુ વિશ્વનું પહેલું રાજય બની ગયુ છે. ઉતરાખંડ અને ત્રિપુરા સહિત અન્ય રાજયોએ પણ આવાજ લક્ષ્યો નકકી કર્યા છે.

ઉત્તર પુર્વ ભારત પારંપારીક રીતે જૈવિક રહયું છ અને અહીં રસાયણોનો વપરાશ દેના અન્ય હિસ્સાની રસખામણીમાં બહુ ઓછો છે.જનજાતિય અને  દ્રીપને પણ તેમની જૈવિક પધ્ધતિઓને આગળ વધારવા માટે પ્રોત્સાહીત કરાઇ રહયા છે. કેન્દ્ર સરકાર પ્રાકૃતિક, જૈવિક અને રસાયણ મુકત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વર્ષ ર૦૧પમાં બે કાર્યક્રમો શરૂ કર્યા હતા. તેમાં ઉતર પુર્વના વિસ્તાર માટે મિશન ઓર્ગેનીક વેલ્યુચેન ડેવલપમેન્ટ તથા પરંપરાગત કૃષિ વિકાસ યોજના સામેલ છે.

ભારતની મુખ્ય જૈવિક નિકાસમાં સુર્યમુખી બી તલ, સોયાબીન, ચા, આયુર્વેદિક છોડ, ચોખા અને કઠોળ સામેલ છે. ર૦૧૮-૧૯માં આ વસ્તુઓની નિકાસનું મુલ્ય પ૧પ૧ કરોડ રૂપિયા જેટલું હતુ. ભારતમાં જૈવિક ખેતીએ નવી વાત નથી. ભારતીય ખેડુતો પારંપરિક રીતે પોતાની જમીન પર રસાયણ વગરના છાણીયા ખાતરનો ઉપયોગ કરતા આવ્યા છે.

(2:45 pm IST)