મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ખેલરત્ન એવોર્ડ રાજીવ ગાંધીના નામને બદલે કોઇ પ્રતિષ્ઠિત ખેલાડીના નામે રાખો

સ્ટાર રેસલર બબીતા ફોગટનું ટવીટ

નવી દિલ્હીઃ 'દંગલ ગર્લ' બબીતા ફોગાટ હાલ પોતાના ટવીટસને લઇને ભારે ચર્ચામાં છે. આ ભારતીય પહેલવાને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલાવી તેની જગ્યાએ કોઇ પ્રતિષ્ઠિત ખેલાડીનું નામ રાખવા માંગ કરી છે.

બબીતાએ ટવીટ કરી કહ્યું કે રમત-ગમત સાથે જોડાયેલ તમામ પુરસ્કાર સન્માનીત ખેલાડીના નામે હોવુ જોઇએ અને કોઇ રાજનેતાના નામે ન હોવુ જોઇએ.બબીતાએ કહ્યુ કે ખેલરત્ન એવોર્ડ રાજીવ ગાંધીના નામને બદલે કોઇ ખેલાડીના નામે રાખવામાં આવે તે વધુ ઉચીત  રહેશે. આ એવોર્ડ લેતા સમયે ખેલાડી વધુ ગૌરવ અનુભવશે. આપણા દેશમાં ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન છે અને ખેલાડી પણ આ પુરસ્કાર લેવા માટે ગૌરવ અનુભવશે.

(3:47 pm IST)