મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઓથોરિટી દ્વારા અમેરિકન રાજ્‍યોની રાષ્‍ટ્રપતિપદની ચૂંટણીના બે દિવસ પહેલા 1 નવેમ્‍બર સુધી સંભવિત કોરોનાની રસીનું વિતરણ થવાની શક્‍યતા

વૉશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાઈરસની વૅક્સીન બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જો કે તેના વિતરણને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકન રાજ્યોને 1 નવેમ્બરથી કોરોના વૅક્સીનના વિતરણને લઈને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ઓથોરિટીએ અમેરિકન રાજ્યોને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના બે દિવસ પહેલા એટલે કે 1 નવેમ્બર સુધી સંભવિત COVID-19 વૅક્સીનના વિતરણ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે, 3 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે.

ડલ્લાસ બેસ્ડ વ્હોલસેરલ મૈક્કેસન કોર્પ.ની સાથે સરકારે એક ડીલ કરી છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના ડિરેક્ટર રૉબર્ડ રેડફિલ્ડે આ સંદર્ભે તમામ ગવર્નરોને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, રાજ્યોને નજીકના ભવિષ્યમાં મૈક્કેસન કોર્પ પાસેથી પરમિટ એપ્લિકેશન મળી જશે. મૈક્કેસન કોર્પે CDC સાથે રાજ્યો અને હોસ્પિટલોમાં વૅક્સીનના વિતરણ માટે કરાર કર્યો છે.

CDC અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની એક સલાહકાર સમિતિ એક રેંકિંગ વ્યવસ્થા પર કામ કરી રહી છે. જે અંતર્ગત પ્રાથમિક્તાના ધોરણ વૅક્સીન આપવામાં આવશે.

એક અન્ય ડૉક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, નવેમ્બરની શરૂઆત સુધી મર્યાદિત સંખ્યામાં વૅક્સીન ઉપલબ્ધ થઈ શકે છે અને આગામી વર્ષ સુધી તેના સપ્લાયને વધારવામાં આવશે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, મંજૂરી મળવા પર વૅક્સીન સૌથી પહેલા મેડિકલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓને આપવામાં આવશે. જે બાદ એવી જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવશે, જેમને કોરોના મહામારીને લઈને વધુ ખતરો હોવાનું જણાશે. જે બાદ વૃદ્ધો અને પછી અન્ય લોકોને વૅક્સીન આપવામાં આવશે.

જણાવી દઈએ કે, અમેરિકામાં કોરોના વાઈરસની વૅક્સીન બનાવવાની રેસમાં ત્રણ કંપનીઓ આગળ ચાલી રહી છે. 3 ફાર્મા કંપનીઓ પોતાની વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલમાં છે. જેમાં હજારો વૉલેન્ટિયર્સ પર ટ્રાયલ થઈ રહ્યું છે.

પ્રથમ કંપની એસ્ટ્રાજેનેકા, જે ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપમાં વૅક્સીન બનાવી રહી છે. બીજી મૉર્ડના છે, જે અમેરિકન નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ સાથે વૅક્સીન ડેવલોપ કરી રહી છે. જ્યારે ત્રીજી ફીઝર અથવા બાયોટેક એલાયન્સ છે.

જો કે અત્યાર સુધી જે પ્રમાણેના પરિણામ સામે આવ્યાં છે, તેનાથી અંદાજો લગાવવો મુશ્કેલ છે કે, ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ ક્યારે આવશે?

(5:01 pm IST)