મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

સુશાંત સિંહ રાજપૂત ઈન્ડિપેન્ડેન્ટ અને ટેલેન્ટેડ હતો : ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી : સુશાંતના મોતને બે માસથી વધુ સમય થયો, કાઈપો છે, એમ એસ ધોની, છિછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું

મુંબઈ,તા. : ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ તપાસની વચ્ચે ચકચાર મચાવનારો દાવો ર્ક્યો છે. સ્વામી સુશાંત અને તેના પરિવાર માટે ન્યાયની માગણી કરી રહ્યા છે અને તેમણે એક્ટરના મોતના બે 'મોટિવ' શેર કર્યા છે. સ્વામીને લાગે છે કે, સુશાંતની 'હત્યા' પાછળ બે મોટિવ્સ હોઈ શકે છે. તેમણે ટ્વીટર પર પહેલો મોટિવ શેર કર્યું અને કહ્યું કે, થોડા સમયમાં બીજો મોટિવ શેર કરશે. સ્વામીએ કહ્યું કે, દિવંગત એક્ટર 'બોલિવૂજ કાર્ટેલ' માટે ઘણો સ્વતંત્ર અને ટેલેન્ટેડ એક્ટર હતો. સ્વામીએ ટ્વીટ કરી, 'સુશાંતની હત્યાનું પહેલું મોટિવ સ્પષ્ટ છે. તે ઈન્ડિપેન્ડેન્ટ, ટેલેન્ટેડ હતો અને બોલિવૂડ કાર્ટેલ તેને ઈગ્નોર કરી શકતી નહોતી. તેઓ તેનો મુકાબલો કરી શક્યા તો એલિમિનેટ કરી દીધો. બીજું મોટિવ બાદમાં જણાવીશ જે પૉલિટિકલ છે પણ મારે વધુ રિસર્ચની જરૂર છે. જણાવી દઈએ કે, સુશાંતના મોતને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તે 'કાઈ પો છે', 'એમ એસ ધોની', 'છિછોરે' જેવી ફિલ્મો માટે જાણીતો હતો. તેના મોતથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તગડો ઝટકો લાગ્યો છે. સુશાંતના મોતના થોડા સમય બાદ તેના પિતા કેકે સિંહે એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

(7:38 pm IST)