મુખ્ય સમાચાર
News of Monday, 3rd October 2022

‘લાઇટ કોમ્‍બેટ હેલિકોપ્‍ટર' વાયુ સેનામાં સામેલ

એરફોર્સની તાકાત વધી : સર્જિકલ સ્‍ટ્રાઇક જેવા હુમલા કરવામાં કારગર : દુશ્‍મનો ધ્રુજી જશે

નવી દિલ્‍હી તા. ૩ : સંરક્ષણ ­ધાન રાજનાથ સિંહની અધ્‍યક્ષતામાં અને વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં, વિમાનનો કાફલો જોધપુર ખાતે વાયુસેનામાં જોડાયો. આ ખાસ ­કારના એરક્રાફટ એરોસ્‍પેસ અગ્રણી હિન્‍દુસ્‍તાન એરોનોટિક્‍સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્‍યા છે. આ મુખ્‍યત્‍વે ઊંચાઈવાળા વિસ્‍તારોમાં જમાવટ માટે રચાયેલ છે. આ જ કારણ છે કે આ સ્‍વદેશી ફાઈટર જેટ્‍સનો ઉપયોગ સરહદો પર તે જગ્‍યાએ પણ કરવામાં આવશે જયાં ફાઈટર જેટનો ઉપયોગ ન થઈ શકે.

એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે LCH ‘એડવાન્‍સ લાઇટ હેલિકોપ્‍ટર' ધ્રુવ સાથે સામ્‍યતા ધરાવે છે. તેમાં અનેક ‘સ્‍ટીલ્‍થ' (રડાર ચોરી) વિશેષતાઓ, બખ્‍તરબંધ સુરક્ષા ­ણાલી, નાઈટ એટેક અને ઈમરજન્‍સી લેન્‍ડિંગ ક્ષમતા છે. આ વિશેષતા સાથે આ અત્‍યાધુનિક વિમાન રાતના અંધારામાં દુશ્‍મનને જાણ્‍યા વગર ખતમ કરવામાં માહિર છે.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ૫.૮ ટનના ટ્‍વીન-એન્‍જિનવાળા લાઇટ કોમ્‍બેટ હેલિકોપ્‍ટરે પહેલાથી જ વિવિધ હથિયારોમાંથી ફાયરિંગ ટ્રાયલ પૂર્ણ કરી લીધા છે. માર્ચની શરૂઆતમાં, વડા ­ધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્‍યોરિટી (CCS) એ રૂ. ૩,૮૮૭ કરોડના ખર્ચે ૧૫ સ્‍વદેશી રીતે વિકસિત લિમિટેડ સિરીઝ ­ોડક્‍શન (LSP) LCH ની ખરીદીને મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે ૧૦ હેલિકોપ્‍ટર ભારતીય વાયુસેના માટે અને પાંચ ભારતીય સેના માટે હશે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ સ્‍વદેશી હેલિકોપ્‍ટરમાં ઘણી વિશેષતાઓ છે જે યુદ્ધ દરમિયાન સેનાને ઘણી મદદ કરી શકે છે. એનીમી સર્ચ એન્‍ડ સેલ્‍ફ ડિફેન્‍સ (CSAR), ડિસ્‍ટ્રોય એનિમી એર ડિફેન્‍સ (DEAD) અને એન્‍ટી ટેરરિસ્‍ટ (CI) ઓપરેશન્‍સ તેની શક્‍તિઓમાં સામેલ છે. આ હેલિકોપ્‍ટરોને ઊંચાઈ પરના બંકર-બસ્‍ટિંગ ઓપરેશન્‍સ, જંગલો અને શહેરી વાતાવરણમાં બળવા-વિરોધી કામગીરી માટે તેમજ જમીન દળોને મદદ કરવા માટે તૈનાત કરી શકાય છે.

(4:11 pm IST)