મુખ્ય સમાચાર
News of Monday, 3rd October 2022

કાર કંપનીઓ માટે આવી વ્‍હેલી દિવાળી

સપ્‍ટેમ્‍બરમાં ટુ વ્‍હીલર્સનું પણ જબ્‍બર વેચાણ : ૧ ટકા વેચાણ વધ્‍યુ

નવી દિલ્‍હી, તા.૩: તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્‍યો છે. સપ્‍ટેમ્‍બરમાં કારનું વેચાણ વાર્ષિક ધોરણે ૯૧% વધ્‍યું હતું, જે કાર ઉત્‍પાદકો માટે દિવાળીને એક મહિના આગળ બનાવે છે. સપ્‍ટેમ્‍બરમાં કુલ ૩.૫૬ લાખ વ્‍યક્‍તિગત વાહનોનું વેચાણ થયું હતું, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વેચાણનો આંકડો છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં ૧.૬૦ લાખ કાર વેચાઈ હતી. ૨૦૨૨-૨૩ના સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં ૧૦ લાખથી વધુ કાર વેચાઈ હતી, જે દેશના ઈતિહાસમાં એક ક્‍વાર્ટરમાં અત્‍યાર સુધીની સૌથી વધુ છે. સપ્‍ટેમ્‍બરમાં કારની સાથે ટુ-વ્‍હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ વધારો થયો છે. ઓટોમોબાઈલ કંપનીઓને ધનતેરસ-દિવાળીમાં કારના વેચાણમાં ૨૦્રુ અને ટુ-વ્‍હીલરનું વેચાણ ૨૫્રુ વધવાની અપેક્ષા છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં મારુતિ સુઝુકીએ સૌથી વધુ ૧.૪૮ લાખ કાર વેચી છે, કંપનીના વેચાણમાં ૧૩૫્રુનો વધારો થયો છે.

સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં ૧ મિલિયન કાર વેચાઈ, જે અત્‍યાર સુધીની સૌથી વધુ છે

ગયા વર્ષે ૧.૬૦ લાખની સરખામણીએ સપ્‍ટેમ્‍બરમાં ૩.૫૬ લાખ કારનું વેચાણ થયું હતું, જે વાર્ષિક ધોરણે ૯૧ ટકાનો વધારો દર્શાવે છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ની સરખામણીએ આ મહિનામાં કારના વેચાણમાં ૨૦%નો વધારો થવાની ધારણા, ૫ લાખના આંકને પાર કરી શકે છે

દેશના કાર માર્કેટમાં મારુતિ સુઝુકી, હ્યુન્‍ડાઈ અને ટાટા મોટર્સનો ૭૦% હિસ્‍સો છે.

(4:22 pm IST)