News of Tuesday, 3rd November 2020
અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી ફંડમાં 21 ઇન્ડિયન અમેરિકનોએ એક એક લાખ ડોલર આપ્યા
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી ફંડમાં 21 ઇન્ડિયન અમેરિકનોએ એક એક લાખ ડોલર આપ્યા છે. કુલ 820 અમેરિકન નાગરિકો એવા છે કે જેમણે 1 લાખ ડોલર ઉપરાંતનો ફાળો આપ્યો છે.જેમાં 2.5 ટકા ભારતીય મૂળના સમર્થકો છે.જે પ્રમાણ અમેરિકામાં ભારતીયોની વસતિ કરતાં બમણું થવા જાય છે.
જો બીડને તેમના ચૂંટણી ફંડનો અહેવાલ રજુ કર્યો હતો.જેના દ્વારા ઉપરોક્ત વિગત જાણવા મળી હતી.ડોનાલ્ડ ટ્રમ્પએ લિસ્ટ બહાર પાડયું નથી.પરંતુ ગયા મહિના સુધીમાં તેમણે કુલ 1.57 બિલિયન ડોલર ભેગા કર્યા હતા.જયારે જો બીડને 1.51 બિલિયન ડોલર ભેગા કર્યા હતા. પરંતુ ચાલુ મહિનામાં ફંડ ભેગું કરવામાં બિડન આગળ નીકળી ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:23 am IST)