મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd November 2020

સતત ૫૮ કલાક સુધી કિસ કરી યુગલે રેકોર્ડ બનાવ્યોઃ મળ્યા લાખો રૂપિયા અને હીરાની વિંટી

નવી દિલ્હી, તા.૩: તમે પોતાના પાર્ટનર કે પોતાની વાઇફને કિસ તો કરી જ હશે પણ કયારેય કિસ કરવા પર કોઈને લાખો રૂપિયા અને હીરાની વિંટી જીતી લીધી હોય એવું સાંભળ્યું છે. થાઇલેન્ડમાં આવું બન્યું છે. થાઇલેન્ડમાં રહેતા એક કપલે ૫૮ કલાક કિસ કરીને પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સાથે લાખોના ઇનામ પણ જીત્યા છે.

થાઇલેન્ડમાં રહેનાર આ કપલનું નામ એક્કચઇ અને લકસાના છે. તેમણે ૧૦-૧૫ મિનિટ નહીં પણ ૫૮ કલાક ૩૫ મિનિટ અને ૫૮ સેકન્ડ સુધી એકબીજાને કિસ કરી હતી અને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કપલે એક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં જીત મેળવી હતી. આ કિસને દુનિયાની સૌથી લાંબી કિસ બતાવવામાં આવી રહી છે.

આ કપલનું નામ એટલા માટે પણ રેકોર્ડમાં સામેલ થયું છે કારણ કે બંનેએ ટોયલેટ જતા સમયે પણ એકબીજાને કિસ કરવાનું બંધ કર્યું ન હતું.

આ જ કારણે અનોખો રેકોર્ડ તેમના નામે નોંધાયો છે. આ કિસના અનોખા રેકોર્ડ પછી કપલને ૨ લાખ રૂપિયા રોકડા અને બે ડાયમંડ રિંગ આપવામાં આવી છે.

(12:52 pm IST)