મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd November 2020

એમેઝોન V/S રિલાયન્સ : ફ્યુચર કૂપન્સ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં કેવિએટ દાખલ : નોટિસ આપ્યા વિના કોઈ કાર્યવાહી થાય નહીં તેવી અરજ કરી

ન્યુદિલ્હી : એમેઝોન તથા રિલાયન્સ વચ્ચેના વિવાદને ધ્યાને લઇ દેશમાં બિગ બજારની શ્રુંખલા ધરાવતા ફ્યુચર કુપનસે દિલ્હી હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરી છે.તથા એમેઝોન દ્વારા નોટિસ આપ્યા વિના તેઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય નહીં તેવી અરજ ગુજારી છે.

ફ્યુચર કૂપન્સ રિટેલ રિલાયન્સ અને એમેઝોન વચ્ચેના સંઘર્ષમાં ફસાઈ ન જાય તેવી ભીતિને ધ્યાને લઇ ઉપરોક્ત કેવિએટ દાખલ કરાઈ છે.કારણકે તાજેતરમાં ફ્યુચર ગ્રુપને હસ્તગત કરવાની લડતમાં સિંગાપોરમાં એમેઝોનની તરફેણમાં  ચુકાદો આવ્યો છે.જે અંતર્ગત એમેઝોને દાવો કર્યો હતો કે તેણે 2019 ની સાલમાં ફ્યુચર કંપનીનો 5 ટકા હિસ્સો 1430 કરોડ રૂપિયામાં તેણે  હસ્તગત કર્યો હતો.

સામે પક્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલ રિવેન્ટ વેંચર્સ લિમિટેડએ આ વર્ષે ઓગસ્ટમાં ફ્યુચર ગ્રૂપનો રિટેલ અને જથ્થાબંધ વ્યવસાય અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસ મેળવ્યો હતો.

આમ આ બંને કંપનીઓ વચ્ચેના સંઘર્ષમાં ફ્યુચર ગ્રુપને નોટિસ પાઠવ્યા વિના કોઈ પગલાં લેવામાં ન આવે તેવી કેવિએટ દિલ્હી હાઇકોર્ટ માં  દાખલ કરવામાં આવી છે.જોકે  એમેઝોનને  ભારતમાં આવા હુકમના અમલીકરણ માટે એક ચુસ્ત કાર્યનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ટ, 1996 એ કટોકટી લવાદીઓ દ્વારા પસાર કરેલા વચગાળાના ઓર્ડરને ખાસ સ્વીકારતું નથી.તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)