મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd November 2021

દિવાળીમાં સૌથી વધુ ઇલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદી

કોરોનાને કારણે છેલ્લા દોઢ-બે વર્ષથી નિરસ પડેલી બજારમાં દિવાળી નિમિત્ત્।ે ફરી રોનક જોવા મળી

મુંબઈ,તા.૩: કોરોનાને કારણે છેલ્લા દોઢ-બે વર્ષથી નિરસ પડેલી બજારમાં દિવાળી નિમિત્ત્।ે ફરી રોનક જોવા મળી રહી છે. બજારોમાં સૌથી વધુ ઇલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદી થઇ રહી છે. આ વખતે મીઠાઇઓ અથવા ખાદ્યપદાર્થોના બદલે સૌથી વધુ ઇલેકટ્રોનિક વસ્તુઓની ઓનલાઇન ખરીદી થઇ રહી છે. તેમ છતાં ઓફલાઇન ખરીદીમાં પણ વધારો થયો છે.

ઓનલાઇન શોપિંગમાં પણ નવી નવી ઓફરો, ડિસ્કાઉન્ટને કારણે ગ્રાહકો વધુ ખરીદી કરી રહ્યા છે. તેથી વેપારીઓને પણ રાહત મળી છે. કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ વેપારીઓને લાંબા સમય સુધી તેમની દુકાનો બંધ રાખવી પડી હતી. રોજગાર ગુમાવવાને કારણે સામાન્ય લોકોની બચત પણ પૂરી થઇ ગઇ હતી જેની સીધી અસર બજાર પર પડી હતી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર પણ ઓસરવા લાગી હોવાથી અને પ્રશાસન તરફથી નિયમો શિથિલ કરવામાં આવ્યા હોવાને કારણે અર્થતંત્ર પણ પાટે ચડી રહ્યું છે. કોરોના મહામારી અગાઉ જેટલું નહીં, પણ બજારોમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૦ ટકા રોનક દેખાઇ રહી છે.

ઇલેકટ્રોનિકસ વસ્તુઓ, સોનાના દાગીના વગેરેની ખરીદીમાં પણ વધારો થયો છે. ૭૯ ટકા ગ્રાહકોએ ઇલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદી માટે ઓનલાઇન પદ્ઘતિ અપનાવી હોવા છતાં ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી મોટી વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકોએ ઓફલાઇન પદ્ઘતિથી જ ખરીદી કરવાનું પસંદ કર્યું હોવાનું એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઓનલાઇન પદ્ઘતિથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે દુર્ગમ અથવા ગ્રામીણ વિસ્તારોમાં વસ્તુઓ પહોંચાડવાનું અથવા લઇ જવાનું મોંદ્યુ પડતું હોવાથી નવી ઓફરો અને ડિસ્કાઉન્ટનો લાભ લેતા ગ્રામીણ વિસ્તારમાં લોકો ઓનલાઇન ખરીદી તરફ વળ્યા છે.

(9:54 am IST)