News of Wednesday, 3rd November 2021
ઇરાનના વિદેશમંત્રી કોરોનાગ્રસ્ત બન્યા
તેહરાન તા. ૩ :.. ઇરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દોલ્લાહીયન કોરોના સંક્રમીત થયા બાદ આઇસોલેટ થયા છે. ઇરાનની સરકારી એજન્સી ઇરના મુજબ વિદેશ મંત્રી અમીરની તબીયત સારી જણાવાય રહી છે. તેઓ આઇસોલેશનમાંથી પોતાનું કાર્ય કરી રહ્યા છે. ઇરાનના ઘણા અધિકારીઓ પહેલા પણ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ઇરાનમાં લગભગ ૬૦ લાખ કેસ નોંધાયા છે. અને તે પヘમિ એશીયાનો મહામારીથી સૌથી પ્રભાવીત દેશ છે.
(10:26 am IST)