મુખ્ય સમાચાર
News of Saturday, 4th February 2023

હિમાચલ પ્રદેશઃ ચંબામાં વેલી બ્રિજ તૂટતાં ૨ ટ્રક અને કાર નાળામાં પડયાઃ એક યુવકનું મોત

ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નવ પંચાયતોની ૨૫ હજારની વસતીનો સંપર્ક તૂટી ગયો

સીમલા, તા.૪: હિમાચલ પ્રદેશના ચંબા-ખડામુખ-હોલી રસ્‍તા પર ચૌલી નાળા પર બનેલો વેલી બ્રિજ અચાનક તૂટી પડ્‍યો હતો. આ બ્રિજ પરથી પસાર થઈ રહેલાં બે વાહન બ્રિજ સહિત નાળામાં જઈને પડ્‍યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત નીપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય એક વ્‍યક્‍તિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. બનાવની જાણ થતાં જ તંત્ર દ્વારા રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

હિમાચલ પ્રદેશના ચંબામાં ચૌલી નાળા પર બનેલો વેલી બ્રિજ અચાનક તૂટી પડ્‍યો હતો. બે ટ્રક અને એક કાર બ્રિજ સહિત નાળામાં જઈને પડ્‍યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત નીપ્‍યું હતું. બનાવના પગલે તંત્ર દ્વારા રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. નાળામાં પડ્‍યા બાદ ઈજાગ્રસ્‍તોને ભારે જહેમત બાદ વાહનમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા અને પછી તેઓને નજીકના સામુદાયિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્ર કે જે હોલીમાં આવેલું છે ત્‍યાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. એ પછી -ાથમિક સારવાર આપ્‍યા બાદ તેઓને ચંબાની મેડિકલ કૉલેજમાં ખસેડવામાં આવ્‍યા હતા. તો મળતક યુવકની ઓળખ ૨૮ વર્ષીય સુભાષ ચંદ્ર તરીકે થઈછે. જે ચંદ ગામમાં રહેતો હતો.

આ બ્રિજ તૂટી પડતાં નવ પંચાયતોની ૨૫ હજારની વસતીનો સંપર્ક તૂટી ગયો છે અને ચંબા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. ભરમૌર-પાંગીના ધારાસભ્‍યએ ચંબાના ડેપ્‍યુટી કમિશનરને કંપની મેનેજમેન્‍ટ અને લોનિવીની બેદરકારીના કારણે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. શુક્રવારે મોડી સાંજે કંપની મેનેજમેન્‍ટની ગાડીઓ એડિટ થ્રીથી કાટમાળ ભરીને ચૌલી પુલ પર થઈ કુઠેડ સ્‍થિત ડેમ સાઈટમાં ક્રશર પ્‍લાન્‍ટની તરફ આવી રહી હતી. ચૌલી નાળા પર વચ્‍ચોવચ પહોંચ્‍યા બાદ બ્રિજ તૂટી પડ્‍યો હતો. જેથી આ વાહનો બ્રિજ સહિત નાળામાં જઈને પડ્‍યા હતા. વાહનોની પાછળ નાના વાહનો પણ આવી રહ્યા હતા.

દુર્ઘટના સર્જાતા નાના વાહનો પાછળ જતા રહ્યા હતા પણ તેઓ હવામાં લટકી પડ્‍યા હતા. સૂચના મળતા જ કંપની દ્વારા હાઈડ્રો મશીનથી ફસાયેલા લોકોને નીકાળવા માટે મોકલવામાં આવ્‍યા હતા. ફાયર વિભાગની ટીમ, ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને તંત્રની ટીમ પણ પહોંચી હતી. એડીએમ ભરમૌર નરેન્‍દ્ર ચૌહાણે પુષ્ટિ કરી કે, હોલીના ચૌલી બ્રિજ પાસે માલવાહક વાહનોના આવન જાવનને લઈને પહેલાં પણ સમાચારો -કાશિત કરવામાં આવી ચૂકયા છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, વેલી બ્રિજ ૯ ટનનું વજન વહન કરવા માટે પાસ કરવામાં આવ્‍યો હતો. પુલ પરથી નિર્ધારિત કરેલા હોવા છતા વધુ વજનવાળા વાહનો પસાર કરવામાં આવી રહ્યા હતા

(11:26 am IST)