મુખ્ય સમાચાર
News of Saturday, 4th February 2023

હવે હેન્‍ડપંપ નહીં: સીધો થાંભલો જ ઉખાડીને ફેંકી દેશે સન્ની પાજી

ફિલ્‍મ રિલીઝ પહેલાં જ સેટ ગદર ૨ના પરથી એક્‍શન સીન લીક : ગદર ૨ના મેકિંગનો એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છેઃ જેને જોઈને ચાહકોની યાદો તાજી થઈ ગઈ છે

મુંબઇ, તા.૪: બોલીવૂડ અભિનેતા સની દેઓલની વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્‍મ ગદરને ચાહકોનો ઘણો પ્રેમ મળ્‍યો હતો. હવે આ હિટ ફિલ્‍મ ગદરઃ એક પ્રેમ કથાની સિક્‍વલ સાથે મોટા પડદાના કલાકારો સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર પોતાનો જાદુ ચલાવવા આવી રહ્યા છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ગદર ૨ના મેકિંગનો એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોની યાદો તાજી થઈ ગઈ છે. લોકો અભિનેતા સની દેઓલની ફિલ્‍મ જોવા માટે ઉત્‍સુક છે.

ગદર ૨ના સેટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં સની દેઓલ પાઘડી પહેરેલો પઠાણી સૂટમાં જોવા મળે છે. જ્‍યારે અભિનેત્રી સિમરત કૌર અભિનેતાની બાજુમાં થાંભલા સાથે બાંધેલી જોવા મળે છે. જ્‍યારે બંને બંદૂકો સાથે ખાકી વર્દીમાં સૈનિકોના મોટા જૂથ દ્વારા ઘેરાયેલા જોવા મળે છે. આટલું જ નહીં, સની દેઓલ પોતાની જાતને છોડાવતી વખતે જમીન પરથી પોલ ઉખેડી નાખતો જોવા મળે છે

એક પ્રશંસકે આ વીડિયો પર કમેન્‍ટમાં લખ્‍યું, વાહ... આ વીડિયોને જોયા બાદ ઘણા લોકોએ ઓહ માય ગોડની પ્રતિક્રિયા આપી છે. જ્‍યારે એક પ્રશંસકે આ BTS વીડિયો શેર કરનાર વ્‍યક્‍તિને કહ્યું, આ યોગ્‍ય નથી. આ દ્રશ્‍યમાં સની દેઓલ દ્વારા કરવામાં આવેલી મહેનત જુઓ અને ફિલ્‍મની રિલીઝ પહેલા તેનું લીક થવું ખૂબ જ નિરાશાજનક છે. મહેરબાની કરીને #Gadar2 ટીમ આ ફિલ્‍મને સુરક્ષિત કરો.

આ પહેલીવાર નથી જ્‍યારે સની દેઓલની ફિલ્‍મનો કોઈ સીન રિલીઝ થયો હોય. આ પહેલા પણ ફિલ્‍મનો એક સીન વાયરલ થયો હતો, જેને ચાહકોએ ખૂબ વખાણ્‍યો હતો. બીજી તરફ જો ફિલ્‍મની વાત કરીએ તો તાજેતરમાં જ ગદર ૨નું ફર્સ્‍ટ લૂક પોસ્‍ટર રિલીઝ કરવામાં આવ્‍યું હતું, જેમાં ફિલ્‍મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. ૧૧ ઓગસ્‍ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થનારી આ ફિલ્‍મમાં દિગ્‍દર્શક અનિલ શર્માના પુત્ર અને અભિનેતા ઉત્‍કર્ષ શર્મા પણ જોવા મળશે, જેમણે ગદર એક પ્રેમ કથામાં સની અને અમીષાના પુત્રની ભૂમિકા ભજવી હતી

(4:37 pm IST)