મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

શું કોરોના પીક ઉપર પહોંચી ગયો ? દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ૧૨ રાજ્યોમાં કેસ ઘટી રહ્યા છે

અનેક રાજ્યોમાં કેસ સ્થિરઃ રાહતની બાબત

નવી દિલ્હી, તા. ૪ ­:. શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને યુપીમાં કોરોના વાયરસના કેસ તેના પીક ઉપર પહોંચ્યા છે ? કેન્દ્ર સરકારના આંકડા આ બાબતનુ સમર્થન કરે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને યુપીમાં કોરોનાના કેસમા સ્થિરતા જોવા મળી છે.

મહારાષ્ટ્રમાં ૨૪ એપ્રિલે ૬૫૪૪૨ અને ૨૦ એપ્રિલે ૬૨૪૧૭ નવા કેસ આવ્યા. દિલ્હીમાં ૨૪ એપ્રિલે ૨૫૨૯૪ તે પછી બીજી મેએ દિલ્હીમાં કોરોનાના ૨૪૨૫૩ કેસ સામે આવ્યા. છત્તીસગઢમાં ૨૯ એપ્રિલે ૧૫૫૮૩ તો ૨જીએ ૧૪૦૮૭ કેસ સામે આવ્યા.

મંત્રાલયે કહ્યુ છે કે દમણ, દિવ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, યુપી અને ઉત્તરાખંડમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો. મહારાષ્ટ્રના ૧૨ જિલ્લામાં પાછલા ૧૫ દિવસમાં કેસ ઘટી રહ્યા છે.

૧૨ રાજ્ય એવા છે જ્યાં દર્દીઓની સંખ્યા ૧ લાખથી વધુ છે.

(11:55 am IST)