મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

અમેરિકામાં રહેતા ભારતીઓને સતાવી રહી છે પરિવારની ચિંતા

ભાગ્યે જ એવું કોઈ છે જેના કોઈને કોઈ સગા સંબંધી મિત્ર મહામારીનો શિકાર ન બન્યો હોય

ન્યુયોર્કઃ ભારતમાં કોરોના સંક્રમણના કારણે મચેલ હાહાકારથી અમેરિકામાં રહેનારા ભારતીય મૂળના લોકો પણ પરેશાન છે. ભાગ્યેજ એવું કોઈ હશે જેનું કોઈ ઓળખીતું, મિત્ર અથવા પરિવારનો સભ્ય સંક્રમણનો શિકાર ન બન્યો હોય.

મોટાભાગના લોકો રોજ ફોન અથવા વીડીયો ચેટ દ્વારા ભારતમાં પોતાના પરિવાર અથવા મિત્રોના હાલચાલ પુછી રહ્યા છે. અવારનવાર લોકોના કોરોના પોઝીટીવ અથવા મોતના સમાચાર મળતા રહે છે.

ઘણાં લોકો એવા છે જેમના પરિવારજનો ભારતમાં કોરોનાથી સંક્રમિત છે પણ તેઓ તેમને મળવા નથી જઈ શકતા. જે અમેરિકન નાગરીકો પાસે ભારતનું ઓઆઈસી કાર્ડ નથી. તેઓ ભારત જવા માટે ઈમર્જન્સી વીઝા લેવાની કોશિષ કરી રહ્યા છે. ઘણાં લોકો જરૂરિયાતના સમયે ત્યાં નથી પહોંચી શકતા.

મૂળ રૂપે ચેન્નઈનો રહીશ વેંકટેશ ક્રિશ અમેરિકાના વોશીંગ્ટન રાજયમાં રહે છે. તેના માતા પિતાની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. વેંકટેશ પોતાના માતા- પિતા માટે અમેરિકાથી હોસ્પિટલ શોધવાની કોશિષ કરી રહ્યો છે.

(3:27 pm IST)