મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ભારતમાં કોરોનાનો નવો એપી સ્ટ્રેન મળ્યોઃ ૧૫ ગણો વધુ ખતરનાક છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો એક નવો વેરીયન્ટ સામે આવ્યો છે. જેનુ નામ એપી સ્ટ્રેન છે. એટલે કે તે આંધ્રપ્રદેશમાંથી શોધવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એન૪૪૦કે વેરીયન્ટ તરીકે ઓળખાય છે. આ વેરીયન્ટ ૧૫ ગણો વધુ ખતરનાક છે. જેને કારણે ૩ થી ૪ દિવસમાં જ લોકો બિમાર પડી જાય છે. તે કુરનુલમાં સૌ પહેલા જોવાયો હતો. તે ઝડપથી ફેલાય છે અને તેને કારણે દર્દી વધુ ગંભીર બની જાય છે.

(4:10 pm IST)