મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ગણિતે તોડાવ્યા લગ્નઃ મંડપમાં વધુએ કહયું... સંભળાવો રનો ઘડિયોઃ વરને ન આવડયોઃ લગ્ન ફોક

યુપીનો અજબગજબનો કિસ્સોઃ દુલ્હને લગ્ન કરવાની ના પાડી

લખનૌ, તા.૪: શનિવારે મહોબાના એક ગામમાં અરેન્જ મેરેજ થવાના હતા. વરરાજા સાંજે જાન લઇને પહોંચ્યો હતો અને દુલ્હનને કયાંકથી જાણ થઇ કે વરરાજા ભણેલો નથી. જેટલુ તેના વિશે કહેવામાં આવ્યુ હતુ અને લગ્ન પહેલા દુલ્હને ટેસ્ટ લેવાનુ નક્કી કર્યુ હતુ.

જયારે વરમાલાનો સમય આવ્યો ત્યારે દુલ્હને દુલ્હાને ૨ના ઘડિયો સંભળાવવા કહ્યુ હતુ. આવી અજીબ માગ સાંભળીને વરરાજા ચોંકી ગયો હતો પરંતુ જયારે દુલ્હને ફરી કહ્યું ત્યારે વરરાજા ના ન પાડી શકયો હતો. તે બાદ દુલ્હાએ પ્રયાસ કર્યો પરંતુ તેને ૨ના ઘડિયો ન આવડ્યો. જે બાદ દુલ્હને લગ્ન માટે ના પાડી દીધી હતી.  પનવારી સ્ટેશનના એસએચઓ વિનોદ કુમારે કહ્યું કે આ એક અરેન્જ મેરેજ હતી. વરરાજા મહોબા જિલ્લાના ધવાર ગામનો રહેવાસી હતી. બંને પરિવારના સદસ્ય અને ગામના લોકો એકત્ર થયા હતા પરંતુ ૨ના ઘડિયો ન સંભળાવવા પર નારાજ થયેલી દુલ્હને લગ્ન તોડી નાંખ્યા હતા. દુલ્હને કહ્યું કે તે કોઇ એવા વ્યકિત સાથે લગ્ન ન કરી શકે જેને ગણિતની સામાન્ય જ્ઞાન ન હોય તેની સાથતે લગ્ન ન કરી શકાય.

દુલ્હનના પિતરાઇએ કહ્યું કે, તે આ જાણીને ચોંકી ગયો હતો કે વરરાજા આટલો અશિક્ષીત છે. અમને તેની શિક્ષા વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તે કદાચ સ્કુલ પણ નથી ગયો અને મારી બહેને લગ્ન કરવાની ના પાડી હતી. સોશ્યલ ટેબુથી તે ડરી નહી.

વિનોદ કુમારે કહ્યું કે દુલ્હનના ઇન્કાર બાદ બંને પક્ષના લોકો વચ્ચે વાતચીત કરીને સમજોતો કર્યો હતો. વાતચીતમાં નક્કી કરવામાં આવ્યુ કે બંને પક્ષના લોકો એક બીજાને આપેલા ગિફ્ટ અને દ્યરેણા પાછા આપી દેશે.

(4:15 pm IST)