મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

તમારી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શા માટે ન કરવી ? : રાજધાની દિલ્હીમાં ઓક્સિજન સપ્લાય અંગે એસસી, હાઈકોર્ટના આદેશોનું પાલન કેમ ન કર્યું ? : દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આજે કેન્દ્ર સરકારને કારણ બતાવવા નિર્દેશ આપ્યો છે કે રાષ્ટ્રીય પાટનગરમાં ઓક્સિજનની સપ્લાયના સંદર્ભમાં પસાર થયેલા આદેશોનું પાલન ન કરવા બદલ તમારી સામે અદાલતી તિરસ્કાર કેમ ન કરવો ?

"અમે કેન્દ્ર સરકારને કારણ બતાવવા નિર્દેશ આપીએ છીએ કે 1 મેના અમારા આદેશ અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા માટે તમારી સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ .."જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેંચે તેવો આદેશ  આપ્યો છે.

નામદાર કોર્ટે  સુનાવણીની આગામી તારીખે કેન્દ્ર સરકારના અધિકારીઓ, પિયુષ ગોયલ અને સુમિતા દાવરાને હાજર રહેવા  નિર્દેશ આપ્યો છે.

કોર્ટે નોંધ્યું હતું કે તે હકીકત છે કે આજ સુધી રાજધાની દિલ્હીમાં ઓક્સિજન પૂરા પાડવામાં આવ્યું ન હતું . સુપ્રીમ કોર્ટના 700 મેટ્રિક સપ્લાય પરના આદેશ અથવા 490 એમટી સપ્લાય પરના તેના આદેશનો અમલ થયો નથી.

કોર્ટે કેન્દ્રના વલણને નકારી કાઢ્યું  હતું કે દિલ્હીની 700 મેટ્રિક ટનની માંગ સ્વીકારી શકાતી નથી તે બચાવ પાયાહીન છે.કોર્ટે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટને અપાયેલી ખાતરીની પુષ્ટિ કરવામાં આવી નથી કે દિલ્હીની માંગણીઓનું ધ્યાન રાખવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)